સુરતઃ પિતાએ યુવકને કહ્યુંઃ સંન્યાસ ના લેતો હોય તો 10 લાખની બાઈક ને ઔડી કાર અપાવું, પુત્રે શું કર્યું ?
પુત્રના સંન્યાસ માર્ગ લેવાના નિર્ણય પર પિતા ભરતભાઈએ યશને એક લાખની બાઇક ખરીદીને આપી. દર વખતે મોંઘીદાટ કાર જેવી કે જગુઆર, ઓડી, મર્સીડીઝ તેમ જ મોંઘા ફોનની લાલચ આપી અને કહ્યું કે, સંસારનો ત્યાગ ન કરે. સાથે આયૂષી જ્યારે આચાર્ય યશોવર્મસૂરિ મહારાજના પ્રવચનમાં ગઈ તો તેને દીક્ષાનો વિચાર આવ્યો. ત્યાર બાદ આયૂષીનું ધ્યાન અભ્યાસમાં લાગતું નહતું. યશે પણ ધો. 12નો અભ્યાસ કર્યા બાદ બે વર્ષ સુધીવિહાર કર્યો છે.
સુરતઃ સુરતમાં એક કાપડવેપારી ભરત વોરાના બે સંતાનોએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. ભરત વોરાના દીકરા યશ અને આયુષીએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. જો કે પિતાએ દીકરાને ભક્તિ માર્ગે જતો રોકવા માટે એક લાખની બાઇક અને ઓડી કારની લાલચ આપી હતી. તેમ છતાં દીકરાએ એ તમામ લાલચોને ફગાવીને સંન્યાસનો માર્ગે જવાનું પસંદ કર્યું હતું.
મળતી વિગતો અનુસારસ મૂળ બનાસકાંઠાના વાવ ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા કાપડ વેપારી ભરત વોરાના બન્ને સંતાનો સંસારની મોહમાયા ત્યજીને હવે સંયમ માર્ગે ચાલશે. મુમુક્ષુઓનો દીક્ષા સમારોહ 9 ડિસેમ્બરે અડાજણ સ્થિત રિવરફ્રન્ટ પર યોજાશે. જેની પૂર્વે 7 ડિસેમ્બરે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. દીક્ષાના નિર્ણય અંગે યશે કહ્યું હતું કે, પૈસા, ગાડી, ઘર, સુખ-સુવિધા કે વૈભવ કોઈ પણ ચીજ અંતિમ સમયે સાથે નથી આવતી. આપણા કર્મ જ આપણો આગળનો ભવ નક્કી કરે છે. મુમુક્ષુ આયૂષીએ કહ્યું હતું કે, વિહાર કરતી વખતે મેં આ સંસારની ભૌતિક સુખ-સગવડોનો ત્યાગ કરી સંયમ જીવન પસાર કર્યું.