સુરત બાળકી રેપ અને હત્યા કેસના આરોપીને સુરત પોલીસે કેવી રીતે દબોચી લીધો? જાણો વિગત
અનિલે છેલ્લે 7 ઓક્ટોબરે તેની મા સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, સુરતમાં તે જે કંપનીમાં કામ કરે છે એ કંપની બંધ થઈ ગઈ છે. નોકરી પરથી તેને કાઢી મુકવામાં આવ્યો છે. તે નોકરી શોધી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, એક બીજી કંપનીમાં નોકરી માટે વાત થઈ છે પણ તે કંપનીમાં ફોનનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે હવે તેનો ફોન બંધ રહેશે પછી ફોન કર્યો ન હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમવારે સાંજે ચાર વાગ્યે હત્યા કરાયેલી લાશ મળી હતી. બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે. તેની નીચેના મકાનમાં જ રહેતા અનિલ યાદવે બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. બાળકી મોટા અવાજે રડવા લાગતા ગભરાયેલા અનિલે તેનું ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી તેના પર બે ડોલ મૂકી દીધી હતી.
એક મિત્રએ પોતાના ઘરમાં અનિલ યાદવ છુપાયો હોવાની કબૂલાત કરી હતી. એ સાથે જ પોલીસે ત્યાં પહોંચી જઈ અનિલને દબોચી લીધો હતો. બિહાર પોલીસના સહકારથી બિહારના ધનસૂરી ખાતેથી શુક્રવારે બપોરે બે વાગ્યે પકડાયો હતો. આ બાબતે પોલીસ કમિશનર સતીશ શર્માનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, આરોપી પકડાઈ ગયો છે. ગયા રવિવારે ગોડાદરા વિસ્તારમાંથી સાડા ત્રણ વર્ષની બાળકી ઘર નજીક રમતી રમતી ગુમ થઈ ગઈ હતી.
એ સાથે જ ક્રાઈમ બ્રાંચ અને લિંબાયત પોલીસની ટીમ બિહાર તરફ રવાના થઈ હતી. પોલીસે આરોપી અનિલના મોબાઈલ નંબર મેળવી તેના વતનના 10 લોકો સુધી પોલીસ પહોંચી હતી. જેની સાથે અનિલ સંપર્કમાં હતો. એ દસે દસની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાંથી એક વ્યક્તિએ પોતાના ઘરમાં અનિલ યાદવ છુપાયો હોવાની કબૂલાત કરતા પોલીસે ત્યાં પહોંચી જઈ અનિલને દબોચી લીધો હતો.
સુરત: લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી હત્યા કરનારાને પાંચમાં દિવસે પકડી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે. અધમ કૃત્ય કરનારા અનિલ યાદવને ક્રાઈમ બ્રાંચ, લિંબાયત પોલીસની ટીમે બિહાર પોલીસની મદદથી બિહારના ધનસૂરી ગામેથી દબોચી લીધો હતો. બાળકીની હત્યા કરનારો અનિલ યાદવ ગુનો કર્યાં બાદ બિહાર તરફ રવાના થયો હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -