સુરત: દિશિત હત્યાકાંડમાં વેલ્સીના પ્રેમીની પત્ની બની સાક્ષી, શું હતો લવ-સેક્સ ઔર ધોખાનો કેસ?
વેલ્સી અને સુકેતુ લગ્ન અગાઉથી જ એકબીજાના પ્રેમમાં હતાં. પરંતુ દૂર દૂર પણ લોહીના સંબંધમાં ભાઈ બહેન થતાં હોવાથી બન્નેના લગ્ન થઈ શક્યા નહોતા. જેથી સુકેતુ અને વેલ્સીના અલગ-અલગ લગ્ન થઈ ગયાં હતાં. વેલ્સી અને સુકેતુ પોત પોતાના લગ્ન જીવનથી ખુશ નહોતા. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી સુકેતુની પત્ની પણ તેને છોડી પિયર જતી રહી હતી. જેથી સુકેતુ અને વેલ્સીને ફરી એક થવા માટે દિશીતનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહત્યાના દિવસે વેલ્સીએ જ દરવાજો ખુલ્લો રહેવા દીધો હતો. ત્યાર બાદ સુકેતુ અને ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ ખુલ્લા દરવાજા વાટે બંગલામાં પ્રવેશ્યા હતા અને વેલ્સી અને તેની દોઢ વર્ષની પુત્રીની નજર સામે જ બેડરૂમમાં દિશીત જરીવાલાની ભર ઉંઘમાં જ ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. જોકે, તેમનો આબાદ છટકી જવાનો પ્લાન સફળ થયો નહોતો અને હત્યારા સુકેતુ અને ધીરેન્દ્રસિંહ તેમની પકડમાં આવી ગયા હતા. તેમની કબૂલાતના આધારે પોલીસે વેલ્સીની પણ ધરપકડ કરી હતી.
સુરત: ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસના આરોપી સુકેતુ મોદી, દિશીતની પત્ની વેલ્સી અને ડ્રાઇવર ધર્મેન્દ્ર સહિતના આરોપીઓ સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં આરોપી સુકેતુથી જુદી રહેતી પત્ની સાક્ષી બની હતી. મૂળ 15 પાનાની ચાર્જશીટ ઉપરાંત કોલ ડિટેઇલ અને 108 પંચોની વિગતો હતી. આમ, પુરાવા સાથેની માહિતી કુલ 238 પાનાની હતી. ત્યારે આગળ વાંચો શું હતો લવ,સેક્સ ઔર ધોખાનો આ કેસ.
લગ્નેત્તર સંબંધોમાં ફસાયેલા વેલ્સી જરીવાલા અને સુકેતુ મોદીએ બે મહિના પહેલા ભાગી જવાના હતા. જોકે, સુકેતુ સાથે ભાગી જવામાં સાસરીયાઓ તેની દીકરીને લઈ લેશે એવા ડરને કારણે તે ભાગી શકતી ન હતી. દિશીત જરીવાલા અને વેલ્સીના લગ્ન ત્રણ વર્ષ પહેલાં જ થયા હતા. જોકે, વેલ્સી પહેલાંથી જ તેના મામાના દીકરા સુકેતુ ઉર્ફે સની હર્ષદભાઈ મોદીના પ્રેમમાં હતી. જેથી તેના પ્રેમ વચ્ચે કાંટો બની ગયેલા દિશીતને મોતને ઘાટ ઉતારવા પ્લાન બનાવ્યો હતો અને દિશીતની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ વેલ્સીએ ઘરમાં લૂંટ થયાનું નાટક રચ્યું હતું. દિશીતની હત્યાનું પહેલાં પણ બે વાર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. રેકી દરમિયાન લોકોની વધુ અવર-જવર હોવાથી હત્યા કરવામાં આવી ન હતી.
વેલ્સી અને દિશીત લગ્ન બાદ બન્ને પોતાના લગ્ન જીવનથી ખુશ ન હતા. દરમિયાન સુકેતુ અને વેલ્સી એક પ્રસંગમાં ભેગા થયા બાદ સોશિયલ મીડિયા પર બન્ને વચ્ચે સંપર્કો શરૂ થયા હતા. બંને સાથે ફરવા જતાં અને તેમની વચ્ચે સેક્સ સંબંધો પણ બંધાયા હતા. એટલું જ નહીં, તેઓ ભાગી જવાના હતા, પરંતુ તેમાં દીકરી નહીં મળવાનો ડર હતો. જેથી તેમણે માંડી વાળ્યું હતું. આ પછી બન્નેએ કાયમ માટે એક થવા માટે તેમના સંબંધમાં નડતરરૂપ દિશીતનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
ગત 29મી જુન 2016ના રોડ સુરતમાં બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યાથી ભારે ચકચાર મચી ગઈ હતી. કારણ કે, હત્યા કેસમાં એક પછી એક થયેલા ખુલાસાને કારણે આ કેસ ભારે ચર્ચામાં આવ્યો હતો. દિશીતની પત્ની વેલ્સીના સુકેતુ મોદી સાથે લગ્નેત્તર સંબંધ હતા અને એકબીજા વગર નહીં રહી શકતા પ્રેમી સુકેતુ સાથે મળીને દિશીતની હત્યા કરી નાંખી હતી. દોઢ વર્ષની દીકરીની નજર સામે જ દિશીત પર ચાકૂના 8-8 ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં દિશીતની પત્ની વેલ્સીને તેના પિતરાઈ ભાઈ સુકેતુ સાથે પ્રેમસંબંધમાં ખુની ખેલ ખેલાયો હોવાનું ખુલ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -