સુરતઃ જમીન દલાલે પોતાની ઓફિસમાં કર્યો આપઘાત, શું લખ્યું છે સૂસાઇડ નોટમાં?
રમેશ વાઘેલાએ કરેલા આપઘાત પાછળ તેમણે ભાગમાં લીધેલી જમીન કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે માટે હરિશ નામના ફાયનાન્સર પાસેથી 5 કરોડ રૂપિયા લીધા હતાં. પરંતુ તેમાં વિવાદ થયો હોવાનું મિત્ર વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. તેમણે લખેલી ચિઠ્ઠી પણ મળી હતી. તેમાં ફાઇનાન્સર પાસેથી 12 કરોડ રૂપિયા લીધા હતાં અને 7 કરોડ પરત કર્યા હતાં, પરંતુ 5 કરોડ અંગેનો લોચો પડ્યો હતો. તેથી છેલ્લા ઘણાં દિવસોથી રમેશ વાઘેલા પરેશાન રહેતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે જાણ થતાં અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આકસ્મિક મોત મુજબની નોંધ કરી હતી. રમેશભાઈની પત્ની બીમાર હોવાથી માત્ર મિત્ર વર્તુળ, સંબંધીઓ જ સ્મીમેર હોસ્પિટલ ખાતે હાજર હતાં. રમેશના પિતા ભાવનગર વતન હોવાથી રમેશની લાશને વતન મોકલવામાં આવી હતી.
સુરત: શહેરના મોટા વરાછાના એક જમીન દલાલે પોતાની ઓફિસમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જમીન દલાલ પાસેથી 5 કરોડના હિસાબ લખેલી એક સૂસાઇટ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે ભાગમાં લીધેલી જમીનમાં રૂપિયાના ઊભા થયેલા વિવાદમાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ સેવી રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગરના થોરડીગામના વતની રમેશ વાઘેલા (ઉ.વ. 40) તેની પત્ની અને બે પુત્ર- બે પુત્રી સાથે મોટા વરાછાની સાકેત રો-હાઉસમાં રહેતા હતાં. રમેશભાઈ આકૃતિ હાઈટ્સ નામના એપાર્ટમેન્ટમાં આકૃતિ પાન સેન્ટર ચલાવે છે. સાથે સાથે ગલ્લાના પાછળના ભાગે ઓફિસમાં જમીન-લે વેચનો પણ ધંધો કરતાં હતાં. દરમિયાન સોમવારે બપોરે ઓફિસમાં તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -