સુરતઃ મુસ્લિમ યુવકે હિન્દુ છોકરીને ફસાવી ફરતી કરી અશ્લીલ ક્લીપ, જાણો શું આવ્યો કરૂણ અંજામ
સુરતઃ ડિંડોલીના કેશવપાર્કમાં રહેતી અને ડીઆરબી કોલેજમાં ભણતી ગોડાદરાની વિદ્યાર્થિનીએ બુધવારે ઓએનજીસી બ્રિજ પરથી ઝંપલાવી દીધું હતું. તેની લાશ ત્રીજા દિવસે શુક્રવારે મુગલસરાઈ સામે એલઆઈસી બિલ્ડિંગ પાછળ તાપી નદીમાંથી મળી આવી હતી. પ્રારંભિક નજરે આત્મહત્યાના આ કેસમાં પોલીસ તપાસમાં લવજેહાદનો મામલો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં વિદ્યાર્થીનીના પ્રેમી મોઇનખાન પઠાણ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુસાઇડ નોટમાં દીપિકાએ લખ્યું હતું કે, તેના પ્રેમી મોઇને તેને પ્રેમજાળમાં ફસાવીને તેનો ગેરલાભ લીધો હતો. એકાંતની પળોનો વીડિયો ઉતારી તેમજ તેના ફોટાઓ તેના મિત્રોને આપ્યા હતા. દીપિકાએ વારંવાર વીડિયો અને તસવીરો માંગવા છતાં મોઇને તેને પરત ન કરતાં બદનામીના ડરે તેણીએ આકરું પગલું ભરવા મજબૂર બની હતી.
બાદમાં પોલીસે દીપિકાના ઘરની તપાસ કરતા તેના માતા-પિતાને ઉલ્લેખીને લખેલી ચાર પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં દીપિકાએ પોતાને એક વિધર્મી યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું તથા લગ્ન પણ કર્યા હોવાનું કબૂલ્યું હતું.
પોલીસે આ કેસમાં દીપિકાના પ્રેમી મોઇન ખાન હુસેનખાન પછાણ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. મોઇને અન્ય હિન્દુ યુવતીઓને ફસાવી છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
મળતી વિગતો અનુસાર, ડિંડોલીના કેશવપાર્કમાં રહેતી દીપિકા પ્રવીણભાઇ ખત્રી ડીઆરબી કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેણી બે દિવસ અગાઉ ઘરેથી નીકળી હતી. તે દિવસે તેણે ઓનએનજીસી બ્રિજ પરથી પોતે આત્મહત્યા કરવા જઇ રહી છે તેઓ તેના પિતાને ફોન કરીને નદીમાં કૂદી પડી હતી. દીપિકાની લાશ ગઇકાલે મોડી સાંજે ચોકબજાર નહેરૂબ્રિજના નદીના કિનારેથી પોલીસને મળી આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -