સુરતઃ બહેન મેરેજ કરે તે પહેલાં જ મોટી બહેને ખાદ્યો ગળેફાંસો, જાણો કારણ
મહત્વપૂર્ણ છે કે, ત્રણ દિવસ બાદ આરતીના પણ લગ્ન નિર્ધાર્યા હતાં. ત્યારે આરતીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે લગ્નમાં સૌથી કોઈ હાજર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
આરતીએ સંગીત સંધ્યામાં રાજસ્થાની ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને પરંપરાગત ડાન્સ કર્યો હતો અને બીજે દિવસે સાંજે જાન આવવાની હતી. સંગીત સંધ્યા બાદ સવારે મંડપની સફાઈ ચાલતી હતી. જેમાં આવેલી આરતીને કોઈક બાબતે માઠુ લાગતાં રૂમમાં જઈ રહી હતી.
ત્યાર બાદ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો જોકે દરવાજો ખટખટાવવા છતાં ન ખોલતાં તોડી નાખ્યો હતો. જેમાં આરતીની લટકતી લાશ મળી આવી હતી. જેથી લગ્નના હર્ષની જગ્યાએ શોકની કાલિમા છવાઈ હતી.
સુરત: સુરતના પાંડેસરા ખાતે બહેનના લગ્નની સંગીત સંધ્યામાં ટ્રેડિશન ડ્રેસ પહેરીને નાચનાર યુવતીએ સવારે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. ખાટલાની પાટીથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેનાર યુવતીના પણ ત્રણ દિવસ પછી 17મીના રોજ લગ્ન યોજાવાના હતાં. યુવતીના આપઘાતના પગલે લગ્નનો હર્ષનો માહોલમાં શોકમાં બદલાઈ ગયો હતો. આ ઘટનાથી સૌથી કોઈ હાજર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
સુરતના પાંડેસરા ખાતે રહેતી આરતી અશોક સોલંકીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મૂળ રાજસ્થાનના વતની નિવૃત અશોકભાઈને સાત દીકરીઓ અને બે દીકરા છે. આરતીથી મોટી બહેનના લગ્ન યોજાયા હતાં.