ગુજરાતના ક્યા મોટા શહેરમાં ‘પદ્માવત’ કરાઈ રીલીઝ, કરણી સેનાને ખબર પડતાં શું થયું? જાણો વિગત
આમ કહીને તેમણે ફિલ્મ સામેનો વિરોધ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો તેથી ગુજરાતમાં ફિલ્મ રીલીઝ થવાની શક્યતા ઉભી થઈ હતી. અલબત્ત ગુજરાતના રાજપૂત સંગઠનોએ આવી કોઈ જાહેરાત કરી નહોતી તેથી થીયેટર માલિકોએ આ ફિલ્મ રીલીઝ કરવાનું જોખમ લીધું નહોતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ રીલીઝ થયા પછી સુખદેવસિંહની કરણી સેનાએ ‘પદ્માવત’ સામેનો વિરોધ પાછો ખેંચ્યો હતો. કરણી સેનાના મુંબઈના અધ્યક્ષ યોગેન્દ્ર સિંહ સહિત અન્ય લોકોએ ફિલ્મ જોઈને કહ્યું કે, ફિલ્મમાં વાંધાજનક કશું નથી. ફિલ્મ રાજપૂતોની વીરતા અને બલિદાનને મહાન રૂપે દર્શાવે છે અને દરેક રાજપૂતને ફિલ્મ પર ગર્વ થાય તેમ છે.
પોલીસે થીયેટર પર તોડફોડ ના થાય એટલે બંદોબસ્ત ગોઠવીને કરમી સેનાના કાર્યકરોને રવાના કર્યા હતા. ગુજરાતમાં આ રીતે ‘પદ્માવત’ ફિલ્મ રીલીઝ કરાઈ હોય તેવી આ પહેલી ઘટના છે. ગુજરાતમાં કરમી સેનાના વિરોધના પગલે થીયેટર માલિકોએ પોતે સામેથી ‘પદ્માવત’ ફિલ્મ રીલીઝ નહોતી કરી.
બુધવારે સુરતમાં અચાનક જ ‘પદ્માવત’ ફિલ્મ રીલીઝ કરી દેવાઈ હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મયૂર વીડિયો થીયેટરના માલિકોએ અગાઉ કોઈ પણ પ્રકારની જાહેરાત કર્યા વિના બુધવારે બપોરે ‘પદ્માવત’ ફિલ્મ રીલીઝ કરી દીધી હતી. આ વાત ફેલાતાં મોટી સંખ્યામાં દર્શકો ‘પદ્માવત’ જોવા ઉમટી પડ્યા હતા.
જો દર્શકો ઉભા રહ્યા હતા તેમને ધમકાવીને તગેડી મૂકાયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો થીટર પર પહોંચી ગયો હતો અને તેમણેકરણી સેનાના કાર્યકરોને સમજાવીને મામલો થાળ પાડ્યો હતો. બીજી તરફ થીયેટરનો માલિક કરણી સેનાનો આક્રોશ જોઈને ભાગી ગયો હતો.
અમદાવાદઃ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવત’ સામે ઉગ્ર વિરોધ થતાં ગુજરાત સહિતનાં ઘણાં રાજ્યોમાં રીલીઝ નથી થઈ. ‘પદ્માવત’એ દેશભરમાં 200 કરોડનો વકરો કર્યો પણ ગુજરાતમાં રીલીઝ ના થતાં ગુજરાતના દર્શકો ‘પદ્માવત’ ફિલ્મ જોવાથી વંચિત રહ્યા હતા પણ હવે અચાનક ‘પદ્માવત’ ગુજરાતમાં રીલીઝ થઈ ગઈ છે.
બીજી તરફ સુરત શહેર કરણી સેનાના કાર્યકરોને ‘પદ્માવત’ ફિલ્મ રીલીઝ કરાઈ છે તેની ખબર પડતાં આ કાર્યકરો પણ મયૂર વીડિયો થીયેટર પર પહોંચી ગયા હતા. તેમણે સૂત્રોચ્ચાર કરીને વીડિયો થીયેટરના માલિકને ખખડાવી નાંખ્યો હતો. કરણી સેનાના કાર્યકરોના હોબાળાથી દર્શકોમાં ભાગદોડ મચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -