સુરતઃ અઢી વર્ષના દીકરાના હત્યારા નિશિતના કેસમાં કોર્ટે શું આપ્યો મહત્વનો આદેશ?
બીજી તરફ વારંવાર નિવેદન બદલતા નિશિત કયા કયા મુદ્દે પોલીસને ભટકાવી રહ્યો છે તે અંગે પોલીસ વધુ જાણી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે નિવને નદીમાં ફેંકી દીધા બાદ તેના પિતા નિશિત સામે લોકોમાં ભારે રોષ છે નિવને ન્યાય મળે તે માટે તટસ્થ તપાસની માંગ સાથે લોકો રોડ પર ઉતરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અરજીને કોર્ટે મંજૂરી આપતાં તેને ગાંધીનગર ખાતે આવેલ એફએસએલની લેબમાં લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. વિવિધ મુદ્દાઓને લઈ લાઇ ડિટેક્ટર દરમ્યાન નિશિતને સવાલો પૂછી શકે છે. જેમાં મહત્વની જાણકારી મળી શકે તેવી સંભાવના છે. હજુ સુધી નિવનો મૃતદેહ મળ્યો નથી એ પણ પોલીસ માટે પડકાર છે.
નિશિત રીઢા અપરાધીની જેમ ગોળ ગોળ જવાબો આપતો હોવાથી પોલીસ માટે પણ સચ્ચાઈ સામે લાવવી પડકાર સમાન બની ગયું છે. તેના કારણે પોલીસે નિશિતને નાર્કો કે લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવા માટે સમજાવ્યો હતો. પોલીસના કહેવાથી નિશિતે પોતે જ નાર્કો ટેસ્ટ માટે પલસાણા કોર્ટમાં અરજી કરી હતી.
નિશિતે પોતે ટેસ્ટ કરવા માટે અરજી કરતાં પોલીસને આ કેસમાં મહત્વની કડીઓ મળે તેવી શક્યતા છે. કોર્ટની મંજૂરી મળતાં જ નિશિતીનો ગાંધીનગરમાં ખાતે નાર્કો ટેસ્ટ કરાવાશે. નિશિત વારંવાર નિવેદનો બદલી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે તેથી સત્ય બહાર લાવવા નાર્કો ટેસ્ટ જરૂરી હોવાનું પોલીસ માને છે.
સુરતઃ પોતાના અઢી વર્ષના દીકરા નિવ પટેલને પાણીમાં વહાવી દઈને હત્યા કરવાના પ્રકરણમાં પલસાણા કોર્ટે આરોપી નિશિતનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી છે. નિશિત પોતાનો નાર્કો ટેસ્ટ કરવા માટે સંમત થતાં પલસાણા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને પલસાણા કોર્ટે મંજૂરીની મહોર મારી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -