સુરતઃ ધોરણ-8માં ભણતી દીકરી પર બળાત્કારનો પરિવારે લાગાવ્યો આક્ષેપ, પોલીસે શું કર્યું?
સુરતઃ આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો પરિવારે આક્ષેપ લગાવતાં ખળભળાટ મચી ગયો છે. પરિવારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. વિદ્યાર્થિની છેલ્લા ચાર દિવસથી બેભાન હાલતમાં છે, તેને સિવિલ પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસગીરાના પિતાએ આક્ષેપ કર્યો કે મારી દિકરીનું અપહરણ કરીને બંને યુવકોએ લઇ જઇ બળજબરી કરી હતી. તેને ગળામાં ઈજાના નિશાન પણ છે. જો બાઈક પરથી મારી દીકરી પડી હોય તો તે બે યુવકોને કેમ ન વાગ્યુ, બાઈક પણ નુકશાન થયું નથી. મારી દીકરી સાથે કંઈ થયું હોઈ શકે છે. મારી દીકરી હજુ ભાનમાં નથી. આ બાબતે તેણીના પિતાએ સુરત જિલ્લા પોલીસવડા અને રેંજ આઈજીને પણ રજૂઆત કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પરવટ પાટિયા પાસે રહેતી 14 વર્ષીય સગીરાને બે યુવકો ફરવા માટે બાઈક પર ઓલપાડના ડભારીએ 19મી તારીખે લઈ ગયા હતા. રસ્તામાં સગીરા બાઈક પરથી પડી જતા માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી બંને યુવકો તેને પહેલા સિવિલ અને પછી વધુ સારવાર માટે ભટારની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલમાં સગીરા બેભાન છે.
પરિવારનો આક્ષેપ છે કે, યોગેશ અને કિશને તેમની દીકરીનું અપહરણ કર્યું હતું. આ ઘટનાસ્થળેથી કમકમાટી ભરી તસવીરો સામે આવી છે. અહીંથી વિદ્યાર્થિનીના કપડા, ચંપલ અને કાંટાળી ઝાડીમાંથી લોહીના ડાઘા મળી આવ્યા છે.
ઓલપાડ પોલીસે માત્ર અકસ્માતનો ગુન્હો નોંધી કાર્યવાહી કરતાં પરિવારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. લીંબાયત પોલીસ મથકની હદમાં રહેતી વિદ્યાર્થિનીનું પુણા વિસ્તારમાં આવેલ તેની સ્કૂલ પાસેથી અપહરણ થયું હતું. ઓલપાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી હતી. તેમજ સામાન્ય કલમો લગાડતા આરોપીને જામીન મળી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -