સુરત રેપ-હત્યા કેસના આરોપીને બિહારથી સુરત લવાયો, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઢવાયો
સુરત પોલીસે અનિલને બક્સરની કોર્ટમાં રજૂ કરી 4 દિવસનાં ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યાં છે. જે મંગળવારે પૂરાં થાય છે. સોશિયલ મીડિયા પર પણ બળાત્કારીનું સ્વાગત ‘ગંગાજલ’થી કરવાની વાત વહેતી થયા પછી પોલીસ વધુ સતર્ક બની છે.
નરાધમની લિંબાયત પોલીસ તપાસ કરશે પરંતુ ક્રાઇમ બ્રાંચમાં જ રાખવામાં આવે તેવી ચર્ચા છે. કોઈ જગ્યાએ આરોપી પર લોકો હુમલો કરે તેવી દહેશત પોલીસ અનુભવી રહી છે. બાળકીના ઘરે પણ અઈચ્છનીય ઘટના ન બને તે માટે સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સુરત: ગોડાદરામાં સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી બિહાર નાસી છૂટેલા અનિલ યાદવની પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. બિહારથી ધરપકડ કરીને અનિલને સુરતમાં લાવવામાં આવ્યો છે. તેના પર હુમલાની દહેશતથી પોલસીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંગળવારે કોર્ટમાં રજૂ કરાય તેવા એંધાણ છે.