સુરતઃસરથાણામાં ટ્યુશન ક્લાસિસમા ભીષણ આગ, 21 વિદ્યાર્થીઓના મોત, CM રૂપાણી ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા
પ્રચંડ આગને કારણે 21 વિદ્યાર્થીઓના મોત થયા છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 25 May 2019 11:07 AM

બ્રેકગ્રાઉન્ડ
સુરતઃ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે મૃતકોની સંખ્યા વધીને 21 થઈ છે. આગની...More
સુરતઃ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે મૃતકોની સંખ્યા વધીને 21 થઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગથી બચવા માટે 10થી વધુ વિદ્યાર્થીઓએ બિલ્ડિંગના ત્રીજા માળથી કૂદકા લગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી સુરતની ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું