સુરતમાં જન્મદિવસના બીજા દિવસે જ ફાયર ટ્રેનરે કર્યો આપઘાત, જાણો સુસાઈડ નોટમાં શું લખ્યું?
ફાયર ટ્રેનરના આપઘાતને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જે પોલીસે કબજે કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભેસ્તાન ફાયર સ્ટેશનમાં મૂળ પોરબંદરના રહેવાસી ભરત કોળીયાર ફાયર ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. ભેસ્તાન ફાયર સ્ટેશનમાં જ રહેતો હતો. ગત રોજ ભરતનો જન્મદિવસ હતો. જેથી ખૂબ જ ખુશ હતો.
સુસાઈડ નોટ અંગે પોલીસે જણાવ્યું હતું કે, હું જે પગલું ભરું છું તેના માટે કોઈ જવાબદાર નથી. હું મારી મરજીથી આપઘાત કરી રહ્યો હોવાનું મૃતકે લખ્યું હતું. જ્યારે ભરતના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે હાલ આપઘાતને લઈને કોઈ કારણ જાણવા મળ્યું નથી.
આ દરમિયાન સવારે પાંડેસરા-ડિંડોલી રેલવે ટ્રેકને જોડતા બ્રિજ પરથી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં તેના શરીરના ચાર જેટલાં અલગ-અલગ ટુકડા થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર અધિકારી, રેલવે પોલીસ અને પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
સુરતઃ સવારે સુરતના ભેસ્તાન ફાયર સ્ટેશનના ફાયર ટ્રેનરે પાંડેસરા-ડિંડોલી રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર ફાયર ટ્રેનરે લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે મરજીથી આપઘાત કર્યો હોવાનું લખ્યું હતું. જોકે, આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જન્મદિવસના બીજા દિવસે જ આપઘાત કરતાં અનેક પ્રશ્નો ઉદભવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -