સુરતના એક જ પરિવારના 5 સભ્યોનું પારડી હાઈવે અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત
જ્યાં જયાબેનનું સારવાર દરમિયાન મોત થયાં હતું. સોલંકી પરિવારના 5 સભ્યોના મૃત્યુના સમાચારથી એસએમસીના કર્મચારીઓમા શોકનું મોજું ફરી વળ્યું હતું. પારડી પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અકસ્માતમાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. જેમાં નરેશ સોલંકી, પત્ની લતા નરેશભાઇ સોલંકી, માતા ઉષાબેન રણછોડભાઈ સોલંકી અને પુત્રી ક્રિષ્નાબેન નરેશભાઇ સોલંકીનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બંને બહેનો, ભાણેજ અને નરેશના એક પુત્રને સારવાર માટે વલસાડ સિવિલમા ખસેડાયા હતા.
સુરત અમરોલી છપરાભાઠા હાઉસિંગ બોર્ડમા રહેતા અને સુરત પાલિકામાં પ્યુન તરીકે ફરજ બજાવતા નરેશ રણછોડ સોલંકી તેની પત્ની, માતા દીકરો , દીકરી અને બે બહેનો તથા ભાણેજ મળી આઠ સભ્યો મુંબઈ થાણા સબંધીને ત્યાંથી સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે સવારે નેશનલ હાઇવે નં. 8 પર પારડી નજીક તેમની બીટ કાર નંબર જીજે 05 જે આર 5626નો કાબૂ કોઈ કારણસર ચાલક નરેશ સોલંકીએ ગુમાવતાં કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી.
પારડીઃ પારડી નજીક હાઈવે પર સુરતના સોલંકી પરિવારને અકસ્માત નડતાં એક જ પરિવારના 5 સભ્યોનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા એરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માતમા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મહિલા તેનો પુત્ર કે જે કોર્પોરેશનમાં પ્યુન તરીકે ફરજ બજાવે છે તે, તેની વહુ અને એક સાત વર્ષીય પુત્રીના મૃત્યુના સમાચારથી SMCના કર્મચારીગણમાં શોકની કાલિમા ફરી વળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -