તોગડિયાના ભત્રીજાનો હત્યારો ગૌતમ ગોલ્ડન જીવતો વૈભવી લાઇફ, ફેસબુક પર લખ્યું હતું 'બાદશાહ તો હમ...'
ગોલ્ડન વિશે એવું કહેવામાં આવે છે કે તે કુખ્યાત ભુપત વશરામ આહિર પાસેથી શીખ્યો છે. તેની સાથે ફરીને લૂંટ, ચોરી અને ખૂન જેવા ગુનામાં સંડોવણી બહાર આવી છે. ગોલ્ડન કામરેજ ચાર રસ્તા પાસે આવેલા ભવાની કોમ્પલેક્ષમાં બેસી જમીન બાબતો, નાણાકીય વસૂલાતો સહિતના કામો કરતો હોવાનું કહેવાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોલ્ડન ઉર્ફ ગૌતમે 2,જૂલાઇના રોજ વરાછાના માતાવાડીમાં હાલ ભાજપના કોર્પોરેટર ભરત મોના વઘાસીયા પર હુમલો કર્યો હતો અને તેમના મિત્ર ભરત જોષી નામના યુવાનની ગળાના ભાગે ઘા માર્યા હતા.
પોતાની જાતને ડૉન સમજતો ગોલ્ડન કેવી લાઇફ જીવતો હતો તેનો ખ્યાલ તેના ફેસબુક પરથી આવે છે. ગોલ્ડને ગત 8,જાન્યુઆરી, 2016એ સ્ટેટ્સ અપડેટ કર્યુ હતું જેમાં હિન્દીમાં લખવામાં આવ્યુ હતું કે, “બાદશાહ તો હમ ઉસી દીન બન ગયે થે જબ પાપાને કહા થા કે બેટા માર ખા કે મત આના બાકી સબ મે સંભાલ લુંગા....,”
આ કેસમાં ગણેશ ગોયાણીના પુત્ર ગોલ્ડન અને કોમલની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યારે તેમને પિતાની અંતિમવિધિ કરવા માટે ત્રણ દિવસના જામીન અપાયા છે. આ મર્ડરમાં સંડોવાયેલી કોમલ ગોયાણી લેડી ડોન તરીકે ઓળખાય છે.
સુરતઃ વરાછામાં પ્રવિણ તોગડીયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણ લોકોની હત્યાના કેસમાં આરોપી ગણેશ ગોયાણીનું લાજપોર જેલમાં મોત થતાં આ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ ટ્રિપલ મર્ડર કેસનો મુખ્ય સુત્રધાર અને ગણેશના દીકરો ગોલ્ડન ઉર્ફ ગૌતમ ગોયાણી હતો. ગોલ્ડન ગુનાહિત ભૂતકાળ ધરાવતો હતો તે પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર તરીકે પંકાયેલો હોવાનું માનવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -