✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં 17 વર્ષની વિદ્યાર્થીનીએ શિક્ષકની ચિંતામાં કર્યો આપઘાત, જાણો શિક્ષકને શું થયું છે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2019 10:06 AM (IST)
1

કેન્સરની બીમારીને કારણે શિક્ષકે નવેમ્બર માસથી ટ્યૂશન આપવાનું બંધ કરી દીધું હતું. જેથી વૃંદાને કેન્સરગ્રસ્ત શિક્ષકની ચિંતા કોરી ખાતી હતી. સતત ટેન્શનમાં રહેતી વૃંદાને અભ્યાસ બગડવાનો પણ ડર હતો. જેથી તેણીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

2

સુરતના ભટાર ચાર રસ્તા ખાતે સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતી વૃંદા સંજયકુમાર ગોયેલે ગત તારીખ 7મીએ બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે જાણ થતાં જ ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પીએમ માટે શહેરની સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

3

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વૃંદાનો પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે. તેણીના પિતા કાપડના વેપારી છે. વૃંદાને 1 ભાઈ અને 1 બહેન છે. આ દરમિયાન વૃંદા ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. ટ્યૂશનના શિક્ષક રોનક સર તેણીને ટ્યૂશન આપવા ઘરે આવતા હતાં. જોકે ટ્યૂશનના શિક્ષકને કેન્સર થઈ ગયું હતું.

  • હોમ
  • સુરત
  • સુરતમાં 17 વર્ષની વિદ્યાર્થીનીએ શિક્ષકની ચિંતામાં કર્યો આપઘાત, જાણો શિક્ષકને શું થયું છે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.