સુરતમાં ‘ખજૂર’ની ટીમના બે યુવકોનું અપહરણ થયું પછી અજાણ્યા શખ્સોએ શું કર્યું? જાણો વિગત
હુમલાખોરો બંનેને લઈ પરત ફરી રહ્યા હતા તે સમયે પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. અડાજણ પોલીસે આ લોકોની પૂછપરછ કરી હતી. અપહરણ કરનાર વિનાયક ગોહિલ, હિતેશ બંનેએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જેમાં પીએસઆઈ એચ.એમ.આહિરને સામાન્ય ઈજા પહોંચી હતી. આ મામલે જીગર શાંતિ શેલડિયાએ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ કરતાં અડાજણ પોલીસે ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેથી નિકીતા અને ધૃમિલ કાર લઈને ભાગી ગયા હતાં. જ્યારે દર્શન અને જીગર જીવ બચવવા બિલ્ડીંગના ચોથા માળે જતા રહ્યાં હતાં. ત્યારે હુમલાખોરોએ દર્શન અને જીગરને ચપ્પુની અણીએ અપહરણ કરી ઢોરમાર માર્યો હતો.
આ દરમિયાન એક અન્ય ઈસમ પણ ત્યાંથી બાઈક પર જઇ રહ્યો હતો. આ અજાણ્યા બાઈક સવારે એક્ટીવા પર જઈ રહેલા ઈસમોને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. જોકે ચારેય ત્યાં ઉભા હોય અકસ્માત કરી ભાગી છુટનાર તેમનો ઓળખીતો હોવાનું સમજી એક્ટીવા સવાર બંને છરા વડે કારના કાંચ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
ખજૂર વીડિયો ટીમના મુખ્ય કલાકાર જીગર શેલડિયાનો રવિવારે બર્થ-ડે હતો. જેથી તેઓ સાથી કલાકારો નિકીતા ભથવાર, ધ્રુમિલ પોષિયા, દર્શક બાબરિયા બર્થ-ડે સેલિબ્રેશન માટે ગયા હતાં. રાતે 12ની આસપાસ અડાજણ રહેતી સહકલાકાર નિકીતાને છોડવા આવ્યા હતા. ત્યારે બે અજાણ્યા ઈસમો એક્ટીવા પર પસાર થઈ રહ્યા હતા.
સુરતનનાં ‘ખજૂર’નાં વીડિયો આખા ગુજરાતમાં લોકોને હસાવે છે. તેમની વીડિયો ટીમનાં બે સભ્યોનું ગઈકાલે રાતે અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો જેનો ગુનો નોંધાયો છે. જોકે પોલીસ પેટ્રોલિંગ સમયે હુમલાખોરોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -