જે પહેરવેશમાં જેલમાં ગયેલો, એ જ કપડાં પહેરી જેલમાંથી બહાર આવ્યો હાર્દિક, જુઓ તસવીરો
માધાપર ચોકડી પાસે હાર્દિકની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની સાથે કારમાં તેનો પિતરાઈ ભાઈ લાલાભાઈ પટેલ પણ ઉપસ્થિત હતો. લાલાભાઈ હાર્દિકનો ખાસ મિત્ર પણ છે. આ જ તેનો ભાઈ હાર્દિકની જેલમુક્તિ સમયે પણ ઉપસ્થિત હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક બહાર આવ્યો કે, તરત તેના પિતરાઇ ભાઈ લાલાભાઈ પટેલે તેને ઊંચકી લીધો હતો.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની આજે બરાબર નવ મહિના પછી જેલમાંથી મુક્તિ થઈ છે. હાર્દિક જેલમાંથી ખેડૂતના વેશમાં બહાર આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, 19 ઓક્ટોબર 2015ના રોજ હાર્દિકની રાજકોટ જતાં માધાપર ચોકડી પાસે ધરપકડ કરાઇ ત્યારે પણ તેણે આ જ કપડા પહેર્યા હતા. ભારત અને દ.આફ્રિકા વચ્ચે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાનારી વન-ડે મેચમાં વિરોધ પ્રદર્શન કરવાના ઇરાદાથી હાર્દિક રાજકોટ જઈ રહ્યો હતો, ત્યારે તેને ઝડપી લેવાયો હતો. હાર્દિકે પોલીસને ચકમો આપવા માટે ખેડૂતનો વેશ ધારણ કર્યો હતો. પણ તેની પોલીસને બાતમી મળી જતાં ઝડપી લેવાયો હતો. આજે પણ તેણે એ જ પહેરવેશમાં જેલની બહાર પગ મૂક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -