હાર્દિકે જેલની બહાર પગ મૂકતાં જ શું થયું ? કોણે ઉંચક્યો હાર્દિકને, કોણે લગાવ્યું કંકુ તિલક ? જુઓ તસવીરોમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jul 2016 11:37 AM (IST)
1
2
3
4
5
6
સુરતઃ પાટીદાર આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ નવ મહિનાના જેલવાસ બાદ લાજપોર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો હતો. ખેડૂતના ડ્રેસમાં હાર્દિક પટેલ જેલની બહાર આવતાં જ તેના ભાઇએ તેને ઉચકી લીધો હતો. બાદમાં બાળાઓએ કંકુ-ચોખા ચોટાડીને તેનું સ્વાગત કર્યું હતું.
7
જેલમાંથી બહાર આવતા મીડિયા સાથેની વાતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ કોઇ રાજકીય પક્ષની જાગીર નથી. કોઇ રાજકીય પક્ષ પાટીદારોનો રાજકીય રીતે ઉપયોગ કરી શકશે નહીં. આવનારા સમયમાં આંદોલન ચાલુ રહેશે પણ તેની કાર્યપધ્ધતિ બદલાશે પરંતુ આંદોલનના તેવર પહેલા જેવા જ રહેશે.
8
9
10