હાર્દિક પટેલનું છ મહિના માટે કયુ હશે સરનામું, ક્યાં રહેશે? જાણો વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jul 2016 12:42 PM (IST)
1
સુરતઃ હાર્દિક પટેલનો આજે જેલમાંથી છૂટકારો થયો છે. હાર્દિક પટેલ બે દિવસ ગુજરાતમાં રહ્યા પછી હવે છ મહિના સુધી હાઈકોર્ટના આદેશ પ્રમાણે ગુજરાત બહાર રહેવાનો છે. હાર્દિક પટેલનું નવું સરનામું આવી ગયું છે. હાર્દિક પટેલ હવે રાજસ્થાનના ઉદપુરમાં રહેવાનો છે. ત્યાંનું સરનામું પણ અમારી પાસે આવી ગયું છે. આ સરનામું જાણવા અને કોની સાથે રોકાશે, તે જાણવા માટે આગળ સ્ક્રોલ કરો.
2
હાર્દિક પટેલ ઉદયપુરમાં જ્યાં રહેવાનો છે, ત્યાંનુ સરનામું છે, 190, શ્રીનાથ નગર, માઉન્ટ વ્યૂ સ્કૂલ, એરપોર્ટ રોડ, ધુજુ કી બાવડી, ઉદયપુર. અહીં હાર્દિક પટેલ છ મહિના સુધી રહેવાનો છે. આ સરનામું ગુજરાત હાઈકોર્ટને પણ આપી દેવામાં આવ્યું છે.
3
હાર્દિકના વકીલે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ પ્રમાણેે હાર્દિક ગુજરાત બહાર ઉદયપુરમાં રહેશે. અને અહીં જ તે છ મહિનાથી વધુ સમય રહેશે.