સુરતઃ હાર્દિક પટેલે ઉતારી ગણેશજીની આરતી, મોટી સંખ્યામાં પાટીદારો રહ્યા હાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Sep 2018 12:26 PM (IST)
1
2
3
4
5
6
કિરણ ચોકમાં બેસાડેલા ગણેશજી પાસે પાટીદારો દ્વારા રોજ રોજ મોટી સંખ્યામાં એકઠાં થઈને વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. જેમાં ધૂન, ભજન સહિત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
7
ગણેશજીની ભક્તિ દ્વારા પાટીદારોની એક્તાની શક્તિ દર્શાવવાનો પાસ દ્ધારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાસના કહેવા પ્રમાણે, સરકારની આંખો ખુલે અને પાટીદારોમાં એકતા જળવાઈ રહે તે માટે પાટીદારો દ્વારા કાર્યક્રમ કરાયો હતો.
8
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે સુરતમાં ભગવાન ગણેશજીની આરતી ઉતારી હતી. આ ગણેશ ઉત્સવનું આયોજન પાસ દ્ધારા કરવામાં આવ્યું હતું. આ આયોજન પાછળનો હેતું અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ અને ખેડૂતોના દેવામાફી થાય તેવો હતો. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.