હાર્દિકને નાયબ CM બનવાના અભરખા, PAAS ફંડ મુદ્દે હાર્દિકને કોણે ફેંક્યો પડકાર
હાર્દિક જેલમાં ઉપવાસ પર બેઠો હતો ત્યારે તે ફળો ખાઇને કંટાળી ગયો હતો. આ દરમિયાન તેણે બેનંબરમાં જેલમાં ટીફિનની ગોઠવણ કરી આપવા માટે અમારી પાસે માંગણી કરી હતી.
મુકેશ પટેલે આક્ષેપ કર્યો હતો કે હાર્દિક ઇબીસી માટે લેખિતમાં તૈયારી બતાવી હતી અને ચૂંટણીમાં હું માંગુ તેટલી ટિકીટો પાટીદારોને આપવાની શરતો પણ રાખી હતી.
અમે જ્યારે હાર્દિક અને સરકારની મધ્યસ્થી કરતા હતા ત્યારે હાર્દિકે જાતે જ આ પ્રકારની ઇચ્છા દર્શાવી હતી. નોંધનીય છે કે મધ્યસ્થીની ભૂમિકા નિભાવતા સમયે મુકેશ પટેલ અને મહેશ સવાણી અનેક વખત જેલમાં હાર્દિક પટેલને મળી ચૂક્યા છે.
મુકેશ પટેલે ખુલાસો કરતા કહ્યુ હતું કે, હાર્દિકને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઇચ્છા હતી. એટલું જ નહીં પણ ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની માંગણી પણ કરી હતી.
મહેશ સવાણી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સન્માન સમારંભના મુખ્ય આયોજક છે. આ કાર્યક્રમ આઠમી સપ્ટેમ્બરના પીપી સવાણી ગ્રાઉન્ડમાં યોજાશે.
સુરતઃ પાટીદાર અનામત આંદોલનમાં સમાધાન માટે એક સમયે મધ્યસ્થીની ભૂમિકા નિભાવનારા પાટીદાર અગ્રણી મહેશ સવાણી અને મુકેશ પટેલે હાર્દિક પટેલ વિરુદ્ધ બાંયો ચઢાવી છે.
મુકેશ પટેલે કહ્યુ હતું કે, હાર્દિક ફંડના નામે આડકતરી રીતે રૂપિયાની માંગણી પણ કરતો હતો. હાર્દિકે આંદોલન સમયે કોની પાસેથી કેટલાક રૂપિયા લીધા તેનો હિસાબ અમારી પાસે છે. અમે આ મુદ્દે સમાજ સામે ચર્ચા કરવા તૈયાર છે. જો હાર્દિકમાં તાકાત હોય તો ચર્ચાનો સામનો કરે.