હાર્દિકની જેલમુક્તિ પર વિરમગામમાં ઉત્સવઃ કેક કાપી કરાઈ ઉજવણી, બીજું શું કરાયું, જુઓ તસવીરોમાં

સુરતઃ પાટીદાર આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ નવ મહિનાના જેલવાસ બાદ લાજપોર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો હતો. હાર્દિકની જેલમુક્તિની વિરમગામ ખાતે તેના પરિવારે કેક કાપી ઉજવણી કરી હતી. હાર્દિકની બહેને કેક કાપી ઉજવણી ઉજવણી કરી હતી. નોંધનીય છે કે આ અગાઉ લાજપોર જેલ બહાર સ્વાગત કરવા માટે હજારો પાટીદારો ઉમટી પડ્યા હતા.

જેલમાંથી બહાર આવતા મીડિયા સાથેની વાતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ કોઇ રાજકીય પક્ષની જાગીર નથી. કોઇ રાજકીય પક્ષ પાટીદારોનો રાજકીય રીતે ઉપયોગ કરી શકશે નહીં. આવનારા સમયમાં આંદોલન ચાલુ રહેશે પણ તેની કાર્યપધ્ધતિ બદલાશે પરંતુ આંદોલનના તેવર પહેલા જેવા જ રહેશે.