✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ કિશોરનું ધડ વગરનું માથું મળતાં ખળભળાટ, બલી ચઢાવી હોવાની ચર્ચા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2017 05:42 PM (IST)
1

બીજી તરફ ગળું કપાયેલ હાલતમાં માથું મળી આવતા પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ અગાઉ પણ સુરતના પાંડેસરા અને લીંબાયત વિસ્તારમાં બાળકોની માથું કપાયેલી હાલાતમાં લાશ મળી આવી છે. એ ઘટના હજી ઉકેલાઈ નથી ત્યાં કિશોરનું માથું મળી આવ્યું છે. પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

2

3

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં કિશોરનું ધડ વગરનું માથું મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. સુરતના પાંડેસરા કોમ્યુનિટી હોલ નજીક અવાવરું જગ્યામાં કિશોરનું માત્ર માથું મળી આવતા હત્યા કરી બલી ચઢાવવાની વાત ચર્ચાઈ રહી છે.

4

ઘટનાની જાણકારી મળતાં જ પાંડેસરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી છે. માત્ર કિશોરનું માથું મળતા પાંડેસરા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોની નજર આ કપાયેલ માથા પર પડતા તેમને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે કપાયેલ માથાની આસપાસના વિસ્તારમાં કિશોરના શરીરના અન્ય ભાગની તપાસ આરંભી છે.

  • હોમ
  • સુરત
  • સુરતઃ કિશોરનું ધડ વગરનું માથું મળતાં ખળભળાટ, બલી ચઢાવી હોવાની ચર્ચા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.