દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, મહુવા અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ
ઉમરગામમાં પડેલા ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. જોકે, વરસાદમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા આઠ કલાકમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું ભરાઈ જતાં બંધ કરી દેવામાં આવ્યું છે અને નવસારી કલેક્ટર દ્વારા જલાલપોર અને નવસારીમાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં નવસારી અને જલાલપોરમાં સૌથી વધુ 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં કરકાવ થઈ ગયા છે.
જેથી નદીઓના લેવલ ઉંચા આવી ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બારડોલીમાં 4 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે સોસાયટીના રસ્તાઓ પાણીથી તરબોર થઈ ગયા હતાં.
મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં હવે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વરસાદ પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના મહુવામાં છેલ્લા આઠ કલાકમાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત બારડોલીમાં 4 ઈંચ, જલાલપોરમાં 4 ઈંચ, વાપીમાં 3 ઈંચ, પલસાણામાં પોણા ત્રણ ઈંચ, પારડી, ધરમપુર અને કપરાડામાં બે ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.
છેલ્લા 8 કલાકમાં પડેલા ભારે વરસાદના આંકડા પર એક નજર કરીએ તો. મહુવામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે ચોર્યાસી અને નવસારીમાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
સુરત જિલ્લાના મહુવામાં 8 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નવસારીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને જલાલપોરમાં ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.
છેલ્લા 8 કલાકમાં પડેલા ભારે વરસાદના આંકડા પર એક નજર કરીએ તો. મહુવામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે ચોર્યાસી અને નવસારીમાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બારડોલીમાં 4 ઈંચ, જલાલપોરમાં 4 ઈંચ, વાપીમાં 3 ઈંચ, પલસાણામાં પોણા ત્રણ ઈંચ, પારડી, ધરમપુર અને કપરાડામાં બે ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.