સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે પાંચ ઈંચ વરસાદ, કમરસમા ભરાયા પાણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે સૌથી ઓછો વરસાદ કતારમાં પડ્યો હતો. આ સાથે ઉકાઈ ડેમની સપાટી 285.13 પર સ્થિર રહી હતી. ઇનફ્લો બંધ થયો હતો, પરંતુ આઉટ ફ્લો 600 ક્યુસેક સાથે યથાવત રહ્યો છે.
આ સાથે સુરત જિલ્લામાં સૌથી વધારે વરસાદ ઓલપાડમાં 21 મી.મી. અને સૌથી ઓછો કામરેજમાં 2 મી.મી. પડ્યો હતો. જેની સામે શહેરમાં પણ સૌથી વધારે વરસાદ સેન્ટ્રલ અને રાંદેરમાં પડ્યો છે.
સુરતમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકો ફસાઈ ગયા હતાં. વરાછામાં બરોડા પ્રિસ્ટેજ ખાતે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સોમવાર મોડી રાતથી છુટા છવાયા ઝાપટાં સાથે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદની સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સારો વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
સુરતઃ સોમવારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઠીંચણસમા પાણી ભરાયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જોકે ઘણાં વિસ્તારોમાં તો નદીની જેમ રોડ પર પાણી વહેતું થયું હતું. પાણી ભરાતા વાહનચાલકો પણ ફસાઈ ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -