પત્નિ રાત્રે વોટ્સએપ પર કરતી હતી ચેટ ને પતિ જાગી ગયો પછી શું થયું, જાણો વિગત
ત્યાર બાદ પતિ સવારમાં જ આસપાસ અને સગા-સંબંધીને ત્યાં પૂછવા માટે પહોંચ્યો હતો. જોકે ત્યાં પણ ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ પતિએ ધરમપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
રાત્રે પતિ અને પત્નિ સાથે સુઈ રહ્યા હતા તે સમયે પત્નિ વોટ્સએપમાં ચેટિંગ કરતી હતી જેના કારણે પતિ ગુસ્સે થયો હતો અને પત્નિ સુઈ જવાનું કહ્યું હતું. જેના કારણે પત્નિને ખોટું લાગી આવ્યું હતું. જોકે વહેલી સવારે પત્નિ કોઈને કહ્યાં વગર ઘરમાંથી ક્યાંક જતી રહી હતી. સવારે ઉઠીને પતિએ જોયું તો ઘરમાં પત્નિ નહોતી.
જોકે 12મીએ ગુરુવારે રાતે જમીને પતિ અને પત્નિ વાતો કરતાં જોકે ઊંઘતી વખતે પત્નિ મોબાઈલમાં લઈને વોટ્સએપમાં ચેટિંગ કરતી હતી જેના કારણે પતિ ગુસ્સે ભરાયો હતો. તે દરમિયાન પતિએ પત્નિને વોટ્સએપ ચેટ બંધ કરીને સૂઈ જવાનું કહેતા જ પત્નિને ખોટું લાગી ગયું હતું.
પોલીસ સ્ટેશનને નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ ધરમપુર પાસે આવેલ બિલપુડી ગામે રાધાબા શામલાલા હાઈસ્કુલની સામે રહેતા અને ડ્રાઈવર તરીકે નોકરી કરતાં શૈલેષ ગરાસિયાની પત્ની આશાવર્કરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જેથી તેઓ પતિને આર્થિક રીતે મદદરૂપ થાય છે.
પતિ રાતે પત્નિને કહેતા તેને ખોટું લાગી આવતાં આશા વર્કર તરીકે ફરજ બજાવી રહેલી પત્નિ વહેલી સવારે ઘરેથી કોઈને કહ્યાં વગર ક્યાંક ચાલી ગઈ હતી. આ સમગ્ર ઘટનાની ધરમપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
સુરત: દેશમાં સોશિયલ મીડિયાના કારણે ઘરમાં ઘણાં ઝઘડાઓ થતાં જોવા મળી રહ્યા છે તો આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામે પતિએ રાતે પત્નીને મોબાઈલમાં વોટ્સએપ ચેટ બંધ કરીને સૂઈ જવાની ટકોર કરી હતી.