સુરતઃ 15 વર્ષનો છોકરો સગીરાને ઝાડીમાં લઈ ગયો ને પછી..........કોર્ટે કરી અનોખી સજા, જાણો વિગત
આ ઉપરાંત જુવેનાઈલના વાલી બે વર્ષ સુધી સુલેહ શાંતીનો ભંગ ન કરે તેમજ જામીન રજુ કરવા જણાવ્યું હતું. જુવેનાઈલ કોર્ટે સગીરને તકસીરવાર ઠેરવી વેસુ વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમમાં એક મહિના સુધી પ્રતિદિન ત્રણ કલાક સેવા આપવાની સજા પણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસની વિગત અનુસાર એવી છે કે, સુરતના પાંડેસરાના વિસતનગર પાસે રહેતા 15 વર્ષના સગીરે ગઈ તારીખ 11-03-2016માં રાત્રિના સમયે એક સગીરાને ચોકલેટ અપાવવાની લાલચ આપી હતી.
સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં સગીરાની છેડતી કરનાર સગીરને જુવેનાઈલ કોર્ટે દોષિત જાહેર ઠેરવીને એક મહિનાના સમયગાળા દરમિયાન પ્રતિદિવસ ત્રણ કલાક વૃદ્ધાશ્રમમાં સેવા આપવા જવાની સજા ઉપરાંત તેના માતા-પિતાએ બાળ કલ્યાણ ફંડમાં 3 હજાર જમા કરવવાનો હુકમ કર્યો હતો.
આ કેસ કોર્ટમાં ચાલતાં સરકાર પક્ષે સરકારી વકીલ બકુલ પરજીયાએ દલીલ કરી હતી. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સગીરના માતા-પિતાને બાળ કલ્યાણ ફંડમાં 3 હજાર જમા કરાવવા તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ પ્રોબેશન ઉપર છોડી મુકવા હુકમ કર્યો હતો.
આ દરમિયાન સ્થાનિક રાહુલ નામનો યુવાન આ હરકતો જોઈ જતાં સગીર ફરાર થઈ ગયો હતો. સગીરાએ તેના પરિવારજનોને જાણ કરતા સગીર વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -