સુરત મનપાએ ભાજપના કાર્યકરોને લીબું પાણી પીવડાવવા ખર્ચા 3 લાખ રૂપિયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jun 2018 02:26 PM (IST)
1
2
સુરતઃ સુરતના તાપી નદીમાં જળકુંભી કાઢવાના નામ પર સુરત મનપાએ ભાજરના કાર્યકરો પાછળ ત્રણ લાખ રૂપિયા ખર્ચની નાખ્યા હતા. સુરત મહાનગરપાલિકાએ પ્રજાના પરસેવાની કમાણી ભાજપના કાર્યકરો પાછળ વાપરી દીધી હતી. વાસ્તવમાં ભાજપના તાપી શુદ્ધિકરણ અભિયાનમાં સુરત મનપાએ ભાજપના કાર્યકરોને 3 લાખ 19 હજારના પાણી અને લીંબુ પાણી પીવડાવી પ્રજાના કરોડો રૂપિયા વેડફ્યા હતા.
3
આ સમગ્ર ખુલાસો એક RTI એક્ટિવિસ્ટની કરેલી RTIમાં બહાર આવ્યો છે.એક તરફ મનાપાની તીજોરી તરિયા જાટક છે..જ્યારે બીજી બાજુ મનપા ખોટી રીતે જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. તે સિવાય આ કાર્યક્રમ દરમિયાન મનપાએ ટ્રેકટર પાછળ 1 લાખ 41 હજાર રૂપિયાનો ખર્ચ કર્યા હતો.