સુરતમાં અનૈતિક સંબંધને લઈને પતિ અને પત્ની વચ્ચે ચાલતો હતો ઝઘડો પછી આવ્યો ભયાનક વળાંક? જાણો વિગત
રિયાનો પતિ મનોજ સુરતમાં રહીને કડિયાકામ કરે છે. ગુરુવારે તે ઘરે આવ્યો ત્યારે તેને ખબર પડી હતી કે તેની પત્નીની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. પતિ બપોરે ઘરેથી નીકળ્યો હતો તેમજ સાંજે સાત વાગ્યે ઘરે પરત ફર્યો હતો. જોકે, અંતે તેણે જ હત્યા કર્યાનો ખુલાસો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરુવારે કતારગામના રણછોડનગરમાં બાલાજી કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 303માં રહેતી રિયાની તેના ઘરમાં જ ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ રિયાની હત્યા કરી ઘરમાં રૂપિયા 15 હજારની રોકડ અને ઘરેણાની લૂંટ ચલાવી હતી. રિયા તેમજ તેનો પતિ મનોજ ચોટલિયા મૂળ સાવરકુંડલાના વતની હતા.
ગુરુવારે સુરતમાં લૂંટના ઇરાદે એક મહિલાની હત્યા કરી નાખવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને તેનું ગળું દબાવી દીધું હતું. મહિલાના મોત બાદ તેની બે વર્ષની દીકરીએ માતાની મમતા ગુમાવી દીધી હતી. આ કેસમાં પોલીસ ઘરકંકાસના પાસાને ધ્યાનમાં રાખીને ઘરના જ કોઈ સભ્યએ હત્યા નથી કરીને તે દિશામાં તપાસ કરી હતી.
આ કેસમાં એવી વિગત ખુલી છે કે અનૈતિક સંબંધને લઈને પત્ની રિયા અને પતિ મનોજ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. મનોજ બપોરે જમવા આવ્યો ત્યારે હત્યાકાંડને અંજામ આપ્યો હતો. બાદમાં તે ઘરેથી નાસી છૂટ્યો હતો. મનોજે તેની પત્ની રિયાને ગળેફાંસો આપ્યો હતો જ્યારે તેના પિતરાઇએ તેનું મોઢું પકડી રાખ્યું હતું. જ્યારે પતિના અન્ય મહિલા સાથે સંબંધ ધરાવતો હોવાથી પતિ છૂટાછેડા લેવા પણ માંગતી હતી. જોકે પત્ની તૈયાર થઈ નહોતી.
સુરતમાં કતારગામના રણછોડનગરમાં ગુરુવારે થયેલી પત્નીની હત્યામાં પતિ જ હત્યારો હોવાનો મોટો ખુલાસો થયો છે. 28 વર્ષીય મહિલાની પતિએ જ તેના પિતરાઈ સાથે મળીને હત્યા કરી નાખી હતી. ક્રાઇમ બ્રાંચની પૂછપરછ દરમિયાન પતિના પિતરાઇએ પોતાનો ગૂનો કબૂલ કરી લીધો હતો. જોકે, મહિલાનો પતિ મનોજ ચોટલિયા હજી હત્યા કર્યાનો ઈન્કાર કરી રહ્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -