✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ યુવતીએ LIC એજન્ટનું કર્યું અપહરણ, યુવકનો અશ્લીલ વીડિયો ઉતારી શું આપી ધમકી? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Mar 2017 12:46 PM (IST)
1

અહીં સ્થિતિ પામી ગયેલા એજન્ટે એજ્યુકેશનના પેકેજ મહિલાના નામે રજિસ્ટર થયું હોવાનું ઓનલાઈનની વોલેટની વિગતો તેના ભાઈની હાજરીમાં બતાવી તેમ છતાં મહિલાએ 13 લાખની માંગણી ચાલુ રાખી હતી અને એજન્ટની કારની ચાવી, બેગ અને પર્સ લઈ લીધું હતું. એટલું જ નહીં, સ્ટેમ્પ પેપર પર લખાણો કરી મહિલાએ અશ્લીલ ફોટા, વીડીયોગ્રાફી કરીને એજન્ટને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

2

આ અંગેની વિગત એવી છે કે, કતારગામમાં ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા હિરેન પટેલે વરાછા સ્થિત શ્યામસુંદર સોસાયટીમાં રહેતા જલદીપાબેન હિંમતભાઈ વાઘાણીને ક્રિપ્ટો કરન્સીનું એજ્યુકેશન પેકેજ ઓનલાઈન આપી રૂ.6.52 લાખની રોકડ લીધી હતી. જોકે મહિલાએ 4 દિવસ પછી 13 લાખની માંગણી કરી હતી. જોકે, હિરેને તે આપવાનો ઇનકાર કરી દીધો હતો.

3

લાખોની રકમ કઢાવવા માટે ગત રવિવારે સાંજે એજ્યુકેશનના પેકેજ બહાને સીતાનગર ચોકડી પાસે હિરેન પટેલને બોલાવ્યો હતો. હિરેન ત્યાં ગાડી લઈને પહોંચતા એક વ્યક્તિ તેમાં બેસી જઈ પૂણાગામ નંદનવન સોસાયટીના અમરદિપ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-303માં લઈ ગયા હતા. પહેલેથી મહિલા જલદીપા, તેનો ભાઈ પંકજ વાઘાણી તથા મહિલાનો પન્ટર ઉમેશ ભાભલુ કામણીયા સહિત ચાર જણા હતા.

4

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા એલઆઇસી એજન્ટનું કામ કરતાં યુવકનું અપહરણ કરી યુવતીએ તેનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. આ પછી આ વીડિયોને આધારે તેને બ્લેકમેલ કરી રૂ. 1.70 લાખ રોકડા અને 8.40 લાખના ચેક પડાવી લીધા હતા. આ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

5

આ પછી બેગમાંથી રૂ.1.70 લાખની રકમ ઉપરાંત રૂ. 8.40 લાખના ચેકો તેના પિતા પાસેથી લખાવી લીધા બાદમાં તેને મુક્ત કર્યો હતો. પિતા-પુત્ર પુણા પોલીસ સાથે બનાવની જગ્યાએ જતાં ફલેટમાં 3 જણા હથિયારો સાથે પકડાયા હતા. પોલીસે 3 સામે ફરિયાદ નોંધી હતી.

  • હોમ
  • સુરત
  • સુરતઃ યુવતીએ LIC એજન્ટનું કર્યું અપહરણ, યુવકનો અશ્લીલ વીડિયો ઉતારી શું આપી ધમકી? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.