✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ ડોક્ટર યુવતીને ડોક્ટર પતિના ઉદ્યોગપતિ મિત્ર સાથે બંધાયા સેક્સ સંબંધ, યુવતીએ પ્રેમની સામે પકડી એવી જીદ કે.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 May 2018 12:02 PM (IST)
1

બીનાના પતિની પૂછપરછમાં કેટલીક હકીકતો જાણવા મળી હતી અને બીનાને સંજય સાથે સેક્સ સંબંધો હોવાની ખબર પડી હતી. આ વાતો ઉપરાંત કોલ ડિટેઈલ્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી જેમાં પોલીસને કેટલીક કડીઓ હાથ લાગી હતી. તેના આધારે પોલીસ હત્યારા સુધી પહોંચી ગઈ.

2

રેંજ આઈજી જી.એસ.મલિકે જણાવ્યું કે સંજય ભાનુ ડોબરીયા(રહે,સાગર સોસાયટી, મરધા કેન્દ્રની સામે, કાપોદ્રા) તથા તેના કારીગર તારીક અબ્દુલ રજાક શેખ (રહે,લસકાણાગામ,મૂળ રહે,ચૌસાલા ગામ, તા.બીડ.મહારાષ્ટ્ર) ની ધરપકડ કરવામાં આવી છે. ડોબરીયાને અમરેલી અને તારીક શેખને મહારાષ્ટ્રથી પકડ્યો છે.

3

નવસારીમાં ટોલ નાકા પર કેમેરા હોવાથી પકડાઇ જવાના ડરે ગામડાંના રસ્તે સાપુતારા ગયા. ત્યાં પણ લાશને નાંખવાની યોગ્ય જગ્યા ન મળતા છેવટે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા સાકરપાતળ ગામે પુલ નીચે ગરનાળામાં લાશ નાખી દીધી હતી. લાશને લઈને બન્ને જણા સીયાઝ કારમાં 210 કિ.મીટર સુધી જગ્યા શોધવા ફર્યા હતા.

4

સંજય પરિણીત હોવાથી તે બીનાને અપનાવવા તૈયાર ન હતો. બીજી તરફ સંજયને તેની પત્નીથી છુટો પાડવા માટે ભારે દબાણ કરતી હતી. પતિ સાથે પણ ઝગડા થયા કરતા. એક દિવસ તે ઝગડો કરીને પતિને છૂટાછેડાની ધમકી આપીને સીધી સંજય ડોબરીયાની લસકાણા ખાતે ટ્રાન્સફોર્મરની ફેકટરીએ પહોંચી ગઈ હતી.

5

બંને વચ્ચે ચાર વર્ષથી સંબંધો હતા અને બીના પોતાની પ્રેક્ટિસ બાજુ પર મૂકીને સંજય સાથે રંગરેલિયાં મનાવવામાં જ રચીપચી રહેતી. છેલ્લા વર્ષથી બીનાની તમામ જરૂરીયાતો સંજયે જ સંતોષવી પડતી હતી. મોબાઈલ, રીચાર્જ રોકડ તેમજ ઘરેણાં સહિતની તમામ વસ્તુઓ સંજય લઈ આપતો હતો.

6

ફેકટરી પર જઈને તેની સાથે રહેવાની જીદ કરી હતી. આ ઉપરાંત તેણે સંજયને પણ એલફેલ બોલીને ભારે તમાશો ક્યો હતો. અકળાઈને સંજયે ટ્રાન્સફોર્રમના વાયરથી બીનાની હત્યા કરી નાંખી હતી. તે વખતે તેની સાથે રહેલા ડ્રાઇવર તારીક શેખ તેના પગ પકડી રાખ્યા હતા. પછી લાશને કારમાં મુકી તેઓ સીધા નવસારી ગયા હતા.

7

બીનાના પતિને આ સંબંધોની જાણ થઈ જતાં બંને વચ્ચે ઝગડા શરૂ થયા હતા. દરમિયાનમાં બીના સંજય સાથેની હવસના ખેલમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે તેને સંજય વિના ચેન નહોતું પડતું. તેથી તેણે સંજય સાથે રહેવાની જીદ પકડી હતી. જો કે સંજયને બીના સાથે રહેવામાં નહીં પણ તેની સાથે સંબંધો બાંધવામાં રસ હતો.

8

આ ઘટનાની વિગત એવી છે કે, વરાછાના આયુર્વેદિક તબીબ નીલેશ વીરાણીની હોમિયેપેથિક ડોક્ટર પત્ની બીનાને પતિના ઉદ્યોગપતિ મિત્ર સંજય ડોબરિયા સાથે સંબંધ બંધાયા હતા. બંને તમામ મર્યાદા ઓળંગી ગયાં હતાં. બીના પતિની ગેરહજારીમાં પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધીને રંગરેલિયાં મનાવતી હતી.

9

સુરતઃ સુરતની ડોક્ટર યુવતીને ડોક્ટર પતિના મિત્ર સાથે જ શારીરીક સંબંધો બંધાયા હતા. આ શારીરિક સંબંધો પછી ડોક્ટર યુવતીને પ્રેમી વિના ચેન નહોતું પડતું. યુવતીએ પ્રેમી પોતાની સાથે જ રહે તેવી જીદ પકડી હતી. જો કે પરીણિત પ્રેમીએ પીછો છોડાવવા પ્રેમિકાની જ હત્યા કરી નાંખતાં આ પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે.

  • હોમ
  • સુરત
  • સુરતઃ ડોક્ટર યુવતીને ડોક્ટર પતિના ઉદ્યોગપતિ મિત્ર સાથે બંધાયા સેક્સ સંબંધ, યુવતીએ પ્રેમની સામે પકડી એવી જીદ કે.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.