'નિકીતા મેં તુમ્હે બહોત પ્યાર કરતાં હું, મેં જીંદગી સે હાર ચુકા હું, તુમ્હારી નજરો મેં ભી ગીરા હું'
નિકીતા સાથે લગ્નના દોઢ જ મહિનામાં પ્રમોદ સોનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. નિકીતાએ અગાઉ લીંબાયતમાં રહેતા હોમગાર્ડ જવાન સાથે લગ્ન કર્યા હતા. જેના છૂટાછેડા પછી તેણે પ્રમોદ સાથે લગ્ન કર્યા હતા. પ્રમોદે આપઘાત કરતાં બે બાળકો અને પત્ની નિરાધાર બન્યા છે.
પ્રમોદે આ બંને બાળકોને પોતાની તબિયત સારી ન હોવાનું જણાવ્યું હતું અને આરામ કરવાનું કહી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. દરમિયાન નિકીતા સાંજે ઘરે આવી હતી અને તેણે રૂમનો દરવાજો ખોલવા જણાવ્યું હતું. જોકે, કોઈ જવાબ ન મળતાં નિકીતાએ રૂમની બારીમાંથી અંદર જોતા પ્રમોદ પંખા સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
આ પછી નિકીતા અને પ્રમોદે સાઇદથી મંદિરમાં લગ્ન કરી લીધી હતા. નિકીતા પરવટ પાટીયા ખાતે આવેલી ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે. ગઈ કાલે નિકીતા સ્કૂલે ગઈ હતી અને પ્રમોદ સોની ઘરે હતો. ત્યારે બંને સંતાનો સ્કૂલેથી ઘરે આવ્યા હતા.
સુરતઃ શહેરના સારોલી ગામે રહેતા એક રાજસ્થાની યુવકે બીજી લગ્નના દોઢ મહિનામાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યૂવકે આપઘાત કરતાં પહેલા એક સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે લખ્યું છે કે, 'નિકીતા મૈં તુમ્બે બહોત પ્યાર કરતાં હું, મેં જીંદગી સે હાર ચુકા હું, તુમ્હારી નજરો મેં ભી ગીરા હું. મેં આપકો ઔર દુખ દેના નહીં ચાહતા થા'.
આ અંગેની વિગત એવી છે કે, સારોલી ખાતે આવેલા માન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રમોદ રાધેશ્યામ સોની (ઉ.વ. 28) કરડોદરાની કાપડ મીલમાં કામ કરતો હતો. અગાઉની પત્ની સાથે છૂટાછેડા થયા પછી તે પોતાના બે સંતાનો સાથે અહીં રહેતો હતો. દરમિયાન એમ્બ્રોડરીની સાડીના કામ દરમિયાન તે નિકીતા સાથે સંપર્કમાં આવ્યો હતો.