નારાયણ સાઈ આસારામને સંત તરીકે બનાવવા ફિલ્મ બનાવવા માગતો હતો, કોને કરી હતી કરોડોની ઓફર ?
જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો સિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. આજીવન જેલની સજા આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત: દુષ્કર્મના કેસમાં સુરતની જેલમાં સજા ભોગવી રહેલો નારાયણ સાંઈ તેમના પિતા આસારામ વિરુદ્ધ ચાલી રહેલા કેસનો ચુકાદો તેમની ફેરવમાં આવે એ માટે નારાયણ સાંઈ ફિલ્મ બનાવવા ઇચ્છતો હતો. જોધપુર કેસનો ચુકાદો આવે તે પહેલા પિતા આસારામ અને પોતાના જીવનચરિત્ર અંગે લોકોમાં પોતાની સારી છાપ પડે તે માટે એક ગુજરાતી ફિલ્મ બનાવવા માંગતો હતો.
ફિલ્મને લઈને ફિલ્મ પાવર ઓફ પાટીદારના પ્રોડ્યુસર દિપક સોની અને ડાયરેકટર મહેશ પટેલને હાર્દિકના વકીલ યશવંતસિંહ વાળા થકી 6 મહિના અગાઉ સુરત સબ જેલમાં મિટિંગ કરવા બોલાવ્યા હતા. જ્યાં નારાયણસાઇએ આસારામ અને તેમના જીવનચરિત્ર પર ફિલ્મ બનાવવાની ઓફર કરી હતી.
નારાયણ સાંઈએ ફિલ્મ બનાવવા માટે સુરતના એક ફિલ્મ પ્રોડ્યુસર સાથે જેલની અંદર બે કલાક સુધી મિટિંગ પણ કરી હતી. ત્યારે તેણે આ પ્રોડ્યુસરને 2 કરોડની ઓફર પણ કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે.
બેઠકમાં નારાયણ સાંઈએ જણાવ્યું હતું કે, ફિલ્મમાં આસારામ અને તેમના જીવનચારિત્રને સારી રીતે દર્શાવવામાં આવે કે જેથી જોધપુર કેસમાં તેમની ફેવરમાં ચુકાદો આવે, જોકે દિપક સોનીએ ફિલ્મ બનાવવાની ઓફર ઠુકરાવી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -