✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ BRTS બસે ભાઈ-બહેનને લીધા અડફેટે, બસ નીચે 300 ફૂટ ઘસડાતાં થયું મોત પછી શું થયું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 May 2018 12:41 PM (IST)
1

2

3

સિટી બસે સર્જેલા એક્સિડન્ટમાં યુવકના મોતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોત જોતામાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં વળી ગયા હતાં અને સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરને ફટકાર્યો હતો. ત્યારબાદ પોલીસ દોડી આવતા બંનેને પોલીસને હલાવે કર્યા હતા.

4

ત્યારબાદ સિટી બસ ચાર રસ્તાથી બીઆરટીએસ રોડ પર ઘૂસી ગઈ હતી. આ દરમિયાન લોકોએ બૂમાબૂમ કરી હતી પરંતુ 300 ફૂટ જેટલી બસ યુવકને ઘસડી ગયા બાદ લોકોની બૂમાબૂમથી ડ્રાઈવરે બસને ઉભી રાખી હતી. જોકે યુવકનું મોત નિપજ્યું હતું.

5

સિટી બસે સર્જેલા અકસ્માતને નજરે જોનાર વિસાલ લાખાણીએ જણાવ્યું હતું કે, બીઆરટીએસ ચાર રસ્તા પર સિટી બસે બાઈક સવારને અડફેટે લીધા હતા. જેથી પાછળ બેસેલી મહિલા બસની ટક્કરથી પડી ગઈ હતી. જ્યારે યુવક બાઈક સાથે બસના આગળના ટાયરમાં ફસાઈ ગયો હતો.

6

જેથી કિશોરભાઈ બાઈક સાથે સિટી બસના આગળના ટાયરમાં ફસાઈ ગયા હતા. સિટી બસના ચાલકે બસને બીઆરટીએસ કોરિયોરમાં 300 ફૂટ ઘસડ્યા બાદ જાણ થઈ હતી કે, બસની નીચે કોઈ ફસાઈ છે. ત્યારબાદ બસ ઉભી રાખી હતી જોકે ત્યારે કિશોરભાઈનું મોત નિપજ્યું હતું.

7

સુરતના પાસોદરા પાટીયા પાસે રહેતા કિશોર વિઠ્ઠલભાઈ ઠુમ્મર પિતરાઈ બહેન મિતલ સાથે વેસુમાં આવેલા સંબંધીને ત્યાં જઈ રહ્યો હતો. આ દરમિયાન યુનિવર્સિટી કન્વેન્શન હોલ સામે આવેલા બીઆરટીએસ ચાર રસ્તા નજીર સિટી બસે અડફેટે લીધા હતા.

8

સુરત શહેરના યુનિવર્સિટી રોડ પર બીઆરટીએસ ચાર રસ્તા નજીક એક બાઈક સવાર પિતરાઈ ભાઈ-બહેનને સિટી બસે અડફેટે લીધા હતા ત્યાર બાદ ભાઈને 300 ફૂટ જેટલો ઘસડતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બહેનને ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ લોકોએ ડ્રાઈવર અને કંડક્ટરને માર મારી પોલીસને સોંપી દીધો હતો.

  • હોમ
  • સુરત
  • સુરતઃ BRTS બસે ભાઈ-બહેનને લીધા અડફેટે, બસ નીચે 300 ફૂટ ઘસડાતાં થયું મોત પછી શું થયું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.