છેલ્લે છેલ્લે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની તોફાની બેટિંગ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાંગમાં એક વૃક્ષ તૂટી પડતાં તેની નીચે ઉભેલા સાત લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. જે પૈકી બેની હાલત નાજુક જણાતા તેમને વલસાડ સિવિલ ખસેડાયા હતા. ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદે કહેર વર્તાવતા ખેતીને પણ વ્યાપક નુકશાનનું અનુમાન છે.
વાતાવરણમાં ભારે ઉકળાટ બાદ આંધી સાથે એકાએક વરસાદ તૂટી પડતાં કોસબાડી મજૂરીકામ કરતાં સુરેશ ભોયા નામના શ્રમિકનું મકાન તૂટી પડ્યું હતું. અકસ્માત સમયે તેમના પત્ની સોનીબેન અને પુત્ર સૂતેલા હતાં. આ સમયે એકાએક મકાન તૂટી પડતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું જ્યારે સોનીબેનને ગંભીર ઈજા સાથે હોસ્પિટલ ખસેડાયા હતાં.
સુરતના કતારગામ મોટા અને નાના વરાછા તેમજ ઉત્રાણ વિસ્તારમાં પણ એક મોટા વાદળે ભારે વરસાદ વરસાવતા કાળઝાળ ગરમીમાં વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી. બપોરના સમયે ફકત બે ચાર વિસ્તારમાં જ વરસાદ ખાબકતા લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું, પરંતુ આ સિવાય શહેરના કોઈ વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી ન હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં પણ મોડી સાંજે એકાએક વરસાદ તૂટી પડતાં રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. ડાંગમાં પણ આહવા ખાતે મોડી સાંજે વાવાઝોડું ફૂંકાતા અસંખ્ય વૃક્ષો તૂટી પડ્યા હતા અને લોકોના મકાનોના પતરાં પણ ઉડી ગયા હતા. ભારે વરસાદને કારણે વિજળી પણ ડૂલ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અંધાર પટ છવાઈ ગયો હતો.
સુરત: દક્ષિણ ગુજરાતમાંથી વિદાય લેતા વરસાદે મંગળવારે ધરમપુરના મોટી કોસબાડી ગામ તેમજ ડાંગના આહવા ખાતે કેર વર્તાવ્યો હતો. ભારે પવન અને તોફાની વાવાઝોડા સાથે વરસાદ તુટી પડ્યો હતો જેને કારણે કોસબાડી ગામ ખાતે એક મકાન તૂટી પડતાં કાટમાળ હેઠળ દબાઈ જતાં એક ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -