'પાસ'એ પાટીદાર વિસ્તારોમાં ભાજપના કાર્યક્રમને લઇને શું ઉચ્ચારી ચિમકી?
નોંધનીય છે કે, આ પત્ર પછી ભાજપના પ્રદેશ યુવા અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલના કાર્યક્રમને મંજૂરી અપાઈ તો પાસે સખત વિરોધ કર્યો હતો. આ અંગે પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, હજુ પણ પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપના કોઈ પણ કાર્યક્રમને મંજૂરી અપાશે તો અમે તેનો ઉગ્ર વિરોધ કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા બે વર્ષથી ગુજરાતમાં પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે. આંદોલન પછી સુરતમાં ભાજપના કાર્યક્રમનો ભારે વિરોધ થઈ રહ્યો છે. છેલ્લે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભામાં પણ પાટીદારોએ હોબાળો મચાવ્યો હતો.
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)એ પોલીસ કમિશનરને હાલમાં એક પત્ર પાઠવી અનામત આંદોલન ચાલે છે ત્યાં સુધી પાટીદારોના પ્રભુત્ત્વવાળા વિસ્તારોમાં ભાજપના કોઈ પણ કાર્યક્રમને મંજૂરી ન આપવા અપીલ કરી છે. જો મંજૂરી અપાશે તો પાસ તેનો વિરોધ કરશે, તેવી ચિમકી પણ પાસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -