સુરતમાં પાટીદાર અનામત આંદોલનના શહિદોને કેન્ડલ માર્ચ કાઢી અપાઇ શ્રદ્ધાંજલિ
અલથાણ ભટાર વિસ્તારના પાટીદારોએ સોહમ સર્કલથી અલથાણ સર્કલ સુધી મૌન રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ યોજી હતી. જ્યારે વરાછા વિસ્તારમાં રોયલ પોઇન્ટ હીરાબાગથી સરદાર ચોક, મીની બજાર સુધી કેન્ડલલ માર્ચ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. બંન્ને રેલીઓના અંતમાં યુવાનોએ 10 મિનિટ મૌન પાડ્યુ હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્ધારા પાટીદારોએ પોતાના ઘરની બહાર એક દીવો પ્રગટાવવાની વિનંતી કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ પાટીદારો દ્ધારા એક વર્ષ અગાઉ 25 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં અનામતની માંગણી સાથે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આંદોલનના ભાગરૂપે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારોની વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ સમગ્ર રાજ્યમાં વ્યાપેલા આંદોલનને ડામવા માટે પોલીસે દમન કર્યું હતું. આ પોલીસ દમનમાં મોતને ભેટેલા 13 પાટીદાર યુવકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતમાં બે સ્થળોએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -