પીએમ મોદીએ સુરતમાં કર્યુ કરોડોના પ્રૉજેક્ટ્સનું લોકાર્પણ, કહ્યું- સુરત છે સૌથી ઝડપથી વિકસતુ શહેર
સુરતના 421 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ 636 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અર્થે પીએમ મોદી આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાનની સાથે સાથે મુખ્યમંત્રીએ પણ સુરતને સૌથી ફાસ્ટેસ્ટ ડેવલપિંગ સીટી ગણાવ્યુ હતું. કહ્યું શહેરનું આ એરપોર્ટથી વધુ પ્રગતિ કરશે. વાઇબ્રન્ટના કારણે રાજ્યનો વિકાસ થયો છે. ઉલ્લેખનીય છે કે, આજે સુરતના વિકાસની સાથે સાથે એરપોર્ટ પર રોજ 72 ફ્લાઈટ આવે છે એક દિવસમાં સાત શહેરને સાંકળતી ફ્લાઈટ શરૂ થઈ જે રેકોર્ડ છે.
હવે પીએમ બપોરે 2 કલાકે સુરત એરપોર્ટથી વિનસ હોસ્પિટલ જશે. ત્યાં તેઓ હોસ્પિટલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. 3.05 કલાકે વાયા રિંગરોડ થઈને પીએમ મોદી એરપોર્ટ પહોંચશે અને 3.30 કલાકે દાંડી જવા રવાના થશે. 3.50થી 5.30 દરમિયાન દાંડી ખાતે દાંડી સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સાંજે 6.10થી 7.10 સુધી ઈનડોર સ્ટેડિયમમાં ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં વકીલો, સીએ, ઈજનેર સહિતના શહેરી અગ્રણીઓ યુથ સાથે પ્રશ્નોત્તરી કાર્યક્રમ કરશે. ત્યારબાદ સાંજે 7.30 વાગ્યે સુરત એરપોર્ટથી પ્રસ્થાન કરશે.
સુરતઃ વડાપ્રધાન મોદી આજે બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા, સુરતમાં અહીં બપોરે એરપોર્ટ પર ઉતરી નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત સહિત 1058 કરોડના પ્રોજેક્ટનું ઓનલાઈન ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું, આ દરમિયાન પીએમે એક જાહેર સભાને પણ સંબોધી હતી. તેમાં સુરતને ભવિષ્યનું શક્તિશાળી અને વિકસતુ શહેર ગણાવ્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -