સુરતના ખેડૂતની ઈનોવામાંથી મળી બે કોથળા ભરીને 500 ને 1000ની નોટો, ગણવા બેંક કર્મચારીઓને બોલાવવા પડ્યા
આ નોટોની કિંમત 1.20 કરોડ રૂપિયા થાય છે. સામાન્ય ખેડૂત પાસેથી આટલી રકમ મળતાં પોલીસ પણ દંગ થઈ ગઈ હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે કેવડિયા કોલોનીથી સુરત જતી ઈનોવા ગાડીમાં મોટી રકમ હોવાની બાતમી કેવડિયાના પી.આઇ. ડી.વી. પ્રસાદને મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇનોવા ગાડીમાંથી બે કોથળા ભરી મળેલી ચલણી નોટો ગણવા માટે પોલીસ પણ બેંકના કર્મચારીઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યાં હતાં. સુરતના પૂણા ગામે રહેતાં ખેડૂત ગુણવંત રતિલાલ પટેલની ગાડીમાંથી મળેલી નોટો ગણતાં 500 રૂપિયાના દરની 11,863 તથા 1000ના દરની 6067 નોટો નિકળી હતી.
રાજપીપળા: કેન્દ્ર સરકારે 500 અને 1000ના દરની ચલણી નોટો રદ કરી નાંખ્યાં બાદ લોકો તેમની પાસે રહેલી જુની નોટો વટાવવા દોડધામ કરી રહયાં છે ત્યારે નર્મદા જિલ્લાના ફૂલવાડી પાસેથી પોલીસે સુરતના ખેડૂત પાસેથી 500 તથા 1000ના દરની બે કોથળા ભરીને ચલણી નોટો પકડતાં પોલીસની આંખો પણ ફાટી ગઈ હતી.
આ બાતમી મળતાં જ પીઆઇની સાથે પોલીસ ટીમે શંકાસ્પદ ઇનોવા ગાડીનો પીછો કરી તેને ફૂલવાડી ગામ નજીક અટકાવી હતી અને તેમાંથી આ રકમ મળી હતી. ખેડૂત પાસે આટલી મોટી રકમ આવી કયાંથી તે જાણવા તેની પૂછપરછ થઈ રહી છે. ખેડૂતે આ રકમ જમીનના સોદા માટેની હોવાની કેફિયત રજૂ કરી છે.
આ બનાવની જાણ થતાં ડીવાયએસપી આર એમ ભદોરિયા પણ કેવડીયા આવી પહોંચ્યાં હતાં. ઇનોવા ગાડીમાંથી અટકાયતમાં લેવાયેલા ગુણવંત પટેલે પોતે ખેડૂત હોવાનું અને જમીનના સોદા માટેની રકમ હોવાનું જણાવી રહયો છે. આ રકમ કાળા નાણાની છે કે કાયદેસરની તેની તપાસ પોલીસ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -