અંકલેશ્વરઃ ઉદ્યોગપતિની પત્નિને ભાડૂઆત સાથે બંધાયા સંબંધ, પતિને બરબાદ કરવા પ્રેમી સાથે મળી રચ્યો સાડા ત્રણ કરોડની લૂંટનો પ્લાન ને..........
લિંગપ્પાએ રાકેશ ડીસોઝા (રહે. દક્ષિણ કન્નડા), મહંમદ સાદિક યુસુફ અબ્દુલ હમીદ તથા મોહંમદ આસીફ બસીર (તમામ રહે. મેંગલોર કર્ણાટક) ની મદદથી લૂંટ કરી હતી. આ કેસમાં રૂપિયા એક લાખના ભાડે અર્ટીંગા ગાડી લૂંટ માટે ભાડે આપનાર અશોક પાંડરેકટર (રહે.ગોવા) તથા શીતલ રાદડીયાની પોલીસે ધરપકડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિંગપ્પાએ રીઢા ગુનેગાર નારાયના સાલીયનને મનસુખના ઘરમાં પડેલા નોટો ભરેલા થેલા વિષે બાતમી આપી થેલા લૂંટવા માટે મેંગલોરથી અંકલેશ્વર બોલાવ્યો હતો લૂંટમાંથી પોતાને મોટો હિસ્સો આપવા જણાવ્યું હતું. તેણે બીજા ત્રણ લોકોને પોતાની સાથે લીધા હતા અને લૂંટ ચલાવી હતી.
શીતલે કબૂલ્યું કે, મારા પતિને રૂપિયા-પૈસાથી બરબાદ કરી જિન્દગીમાં સબક શીખવાડી દેવા માટે મેં મારા પ્રેમી ભાડૂઆત લિંગપ્પા સાથે મળીને લૂંટનો પ્લાન ઘડયો હતો''. શીતલે જ મનસુખે રોકડા રૂપિયાના બંડલો થેલામાં ભરીને એ થેલા ઘરમાં જે જગ્યાએ મુકેલા હતા તેની વિગત તેના પ્રેમી લિંગપ્પાને પહોંચાડી હતી.
આ અંગે મનસુખ રાદડીયાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મનસુખભાઈના મકાનમાં એક શખ્શ એકલો રહેતો હોવાનું જણાતાં પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી. ફરિયાદીની પત્ની અને પૂત્રના નિવેદનમાં પણ પોલીસને મોટો વિરોધાભાસ જણાયો હતો.
આ કારણે પોલીસને શીતલ પર શંકા ગઈ હતી. પોલીસે શીતલની કડકાઇથી પૂછપરછ કરતાં શીતલ થોડીવારમાં જ ભાંગી પડી હતી. તેણે કબૂલ્યું કે 'મારા પતિ સાથે મારે અણબનાવ હોવાથી અમારા મકાનમાં એકલા રહેતા ભાડૂઆત લિંગપ્પાના પ્રેમમાં હું પડી હતી, પતિ સાથે મારે ઝઘડા થતા રહેતા હતા.
આ કેસમાં મોટો ધડાકો એ થયો છે કે, શીતલને પતિ સાથે અણબનાવ હતો તેથી પોતાના જ બંગલામાં ભાડે રહેતા હોટલ મેનેજર 'લિંગપ્પા' તરફ આકર્ષાઈ હતી. લિંગપ્પા સાથે શીતલને પ્રેમ થઇ ગયો હતો અને બંને વચ્ચે સેક્સ સંબંધો બંધાયા હતા. પતિને પાઠ ભણાવવા શીતલે જ લિંગપ્પા સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
આ લૂંટારાઓએ ઘરમાં પ્રવેશી મનસુખ રાદડીયાના પત્ની શીતલ અને પુત્ર નીલ (ઉ.વ.૯)ને લમણે ગન જેવું હથિયાર મૂકી તેમના મોંઢા અને હાથ પગ બાંધી દીધા હતા. પછી તેમને કલોરોફોર્મ સૂંઘાડી ઘરમાં મુકેલા રોકડા રૂપિયા સાડા ત્રણ કરોડની લૂંટ ચલાવી ગાડીમાં નાસી છૂટયા હતા.
આ કેસની વિગત એવી છે કે, અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા અને જમીન લે-વેચ તથા કેમિકલનો ધંધો કરતા મનસુખભાઈ નારણભાઈ રાદડીયાના મકાનમાં 28 એપ્રિલની રાત્રે 12.30 કલાકે મારૂતિ અર્ટીંગા કાર લઈ આવેલા અજાણ્યા લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી.
શીતલ અને લિંગપ્પા વચ્ચે લાંબા સમયથી સંબંધો હતા. મનસુખ રાદડિયાની ગેરહાજરીમાં બંને રંગરેલિયાં મનાવતાં હતાં પણ શીતલને પતિ સાથે સતત ઝગડા થયા કરતા હતા. આ કારણે પતિને બતાવી દેવા માટે તેણે પ્રેમી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો અને તેને અંજામ પણ આપ્યો હતો.
અંકલેશ્વરઃ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગુરૂકૃપા સોસાયટીમાં ઉદ્યોગપતિના પરિવારજનોને બેભાન કરી રૂપિયા સાડા ત્રણ કરોડની ચકચારી લૂંટના બનાવમાં બહુ મોટો ધડાકો થયો છે. પોલીસે લૂંટનો ભેદ ઉકેલીને લૂંટનો ભોગ બનેલા મનસુખ રાદડીયાની જ પત્ની સહિત 5 જણાની પોલીસે ધરપકડ કરતાં ચકચાર મચી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -