સુરતઃ યુવતીને મીટિંગના બહાને રિસોર્ટમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર, બિભત્સ ફોટા બતાવી કરતો બ્લેકમેલ
જીતેશે ફાલ્ગુની પર બળાત્કાર ગુજાર્યા પછી પણ તેની હવસ સંતોષાઇ નહોતી. આથી તે ફાલ્ગુનીને વારંવાર ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો અને તેના પર વારંવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. અનેકવાર તેની સાથે સૃષ્ટી વિરુધનું કૃત્ય પણ કર્યું હતું. ફાલ્ગુનીએ એવી પણ ફરિયાદ નોંધાવી છે કે, જીતેશે થોડા દિવસ પહેલા ફાલ્ગુની તેના પતિ સાથે કારમાં જઈ રહી હતી, ત્યારે તેણે ફાલ્ગુનીના પતિને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ કતારગામ સ્થિત વી કોમ્પ્લેક્ષમાં ઓફિસ રાખીને પોલીસ ઇન્ડિયાના નામે એનજીઓ ચલાવતા જીતેશ સાવલીયાએ તેને ત્યાં જ નોકરી કરતી એક પરિણીત યુવતીને મીટિંગને બહાને ઉભરાટ ખાતે આવેલા મોદી રિસોર્ટમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આજથી બે વર્ષ પહેલા જીતેશ ફાલ્ગુની(નામ બદલ્યું છે)ને મોદી રિસોર્ટમાં મીટિંગ હોવાનું કહીને લઈ ગયો હતો. જ્યાં તેને કોલ્ડ્રિંક્સમાં ઘેનની દવા નાંખીને બળાત્કાર ગુજાર્યો હતો અને આ પછી તેના બિભત્સ ફોટા પાડી લીધા હતા.
પોલીસે ફાલ્ગુની પર બળાત્કારના કેસમાં જીતેશ સાવલીયાની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ પછી ફાલ્ગુનીએ હિંમત કરીને જીતેશ સાવલીયા સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની એનજીઓ ખાતે જઈને તેની પુછરપછ કરી હતી. તેની ઓફિસમાં તપાસ કરતાં ઓફિસમાં અનેક પોલીસ અધિકારીઓ અને નેતાઓ સાથેના ફોટો પણ જોવા મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -