સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સુરત, નવસારી અને ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ
તોફાની વરસાદના કારણે સુરતના વરાછામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. પાંડેસરા વિસ્તારમાં કાચા મકાન પરના પતરા ઉડ્યા છે. તો તાપી અને ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. નવસારીમાં પણ મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વિજ પુરવઠા પર અસર થઈ છે.
સુરત: સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેધાર એન્ટ્રી થઇ ગઇ છે. ગત મોડી રાત્રીએ સુરત, નવસારી, ભરૂચ, તાપીમાં તોફાની પવન સાથે ભારે પધરામણી થઇ હતી. વરસાદના આગમથી ભારે ગરમીમાંથી લોકોને રાહત મળી છે. સુરતમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થતા અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઇ ગઈ હતી.
તોફાની વરસાદના કારણે સુરતના વરાછામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. પાંડેસરા વિસ્તારમાં કાચા મકાન પરના પતરા ઉડ્યા છે. તો તાપી અને ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. નવસારીમાં પણ મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વિજ પુરવઠા પર અસર થઈ છે.
તોફાની વરસાદના કારણે સુરતના વરાછામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. પાંડેસરા વિસ્તારમાં કાચા મકાન પરના પતરા ઉડ્યા છે. તો તાપી અને ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. નવસારીમાં પણ મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વિજ પુરવઠા પર અસર થઈ છે.
શનિવારે ભાવનગરના ગારિયાધાર અને અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાની નાવલી નદીમાં મારુતિ વાન પણ તણાઈ હતી.