સોનગઢઃ સગીરાને બાઇક પર ભગાડી જઈ યુવકે ગુજાર્યો બળાત્કાર, પછી શું થયું?
સોનગઢઃ તાલુકાના જમાપુર ગામની એક સગીરાને લગ્નની લાલચ આપીને એક યુવક મિત્ર સાથે મળીને ભગાડી ગયો હતો અને આ પછી સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે આ અંગે સગીરાના પિતાએ સનોગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિતેન્દ્રએ પ્રિયાને મળીને લગ્ન કરવાની લાલચ આપી હતી. સગીરાએ પહેલા તો ના પાડી હતી, પરંતુ જિતેન્દ્ર તેને લલચાવી-ધમકાવી બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. આ પછી તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ અંગે તેના પિતાને ખબર પડતાં તેમણે આરોપી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, જમાપુરના એક ફળિયા વિસ્તારમાં સગીર વયની પ્રિયા(નામ બદલ્યું છે) તે જ ફળિયામાં રહેતા જિતેન્દ્ર બાબુભાઈ ગામીત નામના યુવકના પ્રેમમાં હતી. ત્યારે ગત ત્રીજી એપ્રિલે જિતેન્દ્ર અને તેનો મિત્ર રાકેશ સુમાયેલ ગામીત પ્રિયાના ઘરે આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -