સુરતઃ પતિના રહસ્યમય મોત પછી ગર્ભવતી પત્નીનો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
નીશાએ સૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, મેં નીશા મિશ્રા અપને પતિ કે બિના જીંદા નહીં રહ શકતી. ઈસલીયે મેં આત્મહત્યા કરને જા રહી હું. મેરી મોત કી જીમ્મેદાર મેં ખુદ હું. મેરે મરને કે બાદ મા-બાપ-ભાઈ પરેશાન ન કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં પતિના રહસ્યમય મોત પછી તેની ગર્ભવતી પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણીતાએ આપઘાત કરતાં પહેલા સૂસાઈડ નોટ લીખી હતી. જેમાં લખ્યું છે કે, મેં નીશા મિશ્રા અપને પતિ કે બિના જીંદા નહીં રહ શકતી. ઈસલીયે મેં આત્મહત્યા કરને જા રહી હું.
ત્રણ દિવસથી ગુમ અને પછી શ્રીકાંતની લાશ મળી આવતાં તેના મોત અંગે પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન ઉધનામાં શ્રીકાંતની પત્ની નીશાએ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તપાસ કરતા નીશા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.
શ્રીકાંતની લાશ મળી આવતા નીશાના ભાઈ દીપકને જાણ કરવામાં આવી હતી. દીપક લાશ શ્રીકાંતની હોવાનું જણાવી ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન ગર્ભવતી નીશાને પતિના મોતની જાણ થતાં જ તેણે ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જ્યારે પતિના મોત અંગે પોલીસ તપાસ કરી રહી છે.
મૂળ યુપીનો રહેવાસી શ્રીકાંત મિશ્રા(ઉ.વ.32) પત્ની સાથે ઉધના ખાતે રહેતો હતો અને મીલમાં નોકરી કરતો હતો. સાત મહિના પહેલાં શ્રીકાંતે યુપીમાં નીશા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બે મહિના પહેલાં જ બન્ને સુરત આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી શ્રીકાંત ગુમ હતો. જેથી પત્ની અને મિત્રોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે વહેલી સવારે પાંડેસરા વિસ્તારમાંથી શ્રીકાંતની રહસ્યમય હાલતમાં લાશ મળી આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -