સુરતઃ 'મને મારો નિખિલ જોઇએ', લવ મેરેજ કરનારી 17 વર્ષીય સગર્ભા યુવતીએ પીધું ઝેર
આ અંગે સ્વરાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સાસરીવાળા તેને સમજાવીને ફરિયાદ પરત ખેંચાવી લીધી હતી અને આ પછી તેને માર માર્યો હતો. આમ, ત્રાસ વધતાં સ્વરા અને નિખિલ પરિવારથી અલગ થઈ ગયા હતા જોકે, સાસરીવાળાનો ત્રાસ ઓછો થયો નહોતો. બે દિવસ પહેલાં પતિ નિખિલ સાંજે ઘરે પરત ન ફરતાં તેણે નિખિલ જ્યાં કામ કરતો હતો, ત્યાં તપાસ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સવારે તેનો પિતરાઇ કામથી બહાર જતાં સ્વરાએ આ સૂસાઇડ નોટ લખી ઝેરી દવા પી લીધી હતી. અત્યારે તે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેની તબિયત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી ચાર પાનાની સૂસાઇડ નોટ મળી છે, જેમાં તેણે પોતાની આખી આપવીતી જણાવી છે.
તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેને કોઈ ભાઈ સાથે લઈ ગયા હતા. આ અંગે વધુ તપાસ કરતાં નિખિલને પરિવારજનોએ મુંબઈ મોકલી દીધો હોવાની ખબર પડી હતી. આમ, એકલી પડી ગયેલી સ્વરા પોતાના પિયર ગઈ હતી. જોકે, પોતે ગર્ભવતી હોવાથી તેમણે પણ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. આથી તેણે પોતાના પિતરાઇ ભાઇના ઘરે આશરો લીધો હતો. જેણે પણ પોતાની જગ્યા બીજે કરી લેવાનું કહી દીધું હતું.
સ્વરા ગર્ભવતી હોવાની જાણ નિખિલના પરિવારને થતાં તેઓએ બંનેને સુરત પરત બોલાવી લીધા હતા. આ પછી સ્વરા સાસરીયામાં રહેવા લાગી હતી. જોકે, અહીં સ્વરાને સાસરીવાળા ત્રાસ આપતાં હતાં અને તેને માર મારતા હતા. એટલું જ નહીં, તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેને છૂટાછેડા આપવાની વાત કરતા હતા.
સુરતઃ 'હું આત્મહત્યા કરું છું. મને નિખિલ જોઇએ. બીજું કંઈ નહીં, મેં સાસુ-સસરાના ત્રાસથી આત્મહત્યા કરી છે.' ચાર પાનાની સૂસાઇડ નોટ લખીને સુરતની એક 17 વર્ષીય યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. લવ મેરેજ પછી ગર્ભવતી થયેલી યુવતીને તેના માતા-પિતાએ પણ સ્વીકારવાની ના પાડી દીધા પછી તેણે દવા પી લીધી હતી. અત્યારે આ યુવતી જીવન-મરણ વચ્ચે ઝોકા ખાઈ રહી છે.
આ અંગેની વિગતો એવી છે કે, 17 વર્ષીય સ્વરા વાનખેડે(નામ બદલ્યું છે) સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, તે સમયે તે નિખિલ ચંદ્રશિવ સાથે પરિચયતમાં આવી હતી અને પછી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બંને પ્રેમમાં પડતાં અંતે ગત 12 મે 2016માં મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેઓ અમદાવાદ આવી ગયા હતા. જ્યાં એક મહિનામાં જ તે પ્રેગનન્ટ થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -