સુરતઃ માત્ર આઠ વર્ષના બાળકે ખાઈ લીધો ફાંસો, પોલીસ પણ ચોંકી ઉઠી
આ અંગેની વિગતો એવી છે કે, ઉમંગ રેસિડેન્સીના રૂમ નં. 401માં રહેતા અને સચિન જીઆઇડીસીના કાપડના ખાતામાં કામ કરતાં સંજયભાઈ પટેલને આઠ વર્ષનો પુત્ર અક્ષયને બ્રેઇન ટ્યૂમર હતું. પરિવાર તેની પૂરી તકેદારી રાખી રહ્યો હતો. જોકે, દીકરો આવું પગલું ભરશે તેનો પરિવારને સ્વનેય ખ્યાલ નહોતો.
સુરતઃ શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં બ્રેઇન ટ્યૂમરની બીમારીથી પીડાતા આઠ વર્ષના બાળકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઉમંગ રેસિડેન્સીમાં રહેતા આઠ વર્ષીય અક્ષયે બુધવારે બપોરે ઘરે પંખા સાથે ફાંસો ખાઈ લીધો હતો.
બુધવારે બપોરે અક્ષયે આપઘાત કર્યો ત્યારે તેની માતા ઘરમાં જ હતા. માતા ઘરની બહાર દરવાજા પાસે બે મહિલાઓ સાથે વાત કરી રહ્યા હતા અને અક્ષય ઘરમાં રમી રહ્યો હતો. દરમિયાન અક્ષયે નાઇલોનની દોરી પંખા સાથે બાંધી હતી. તે બાંધવા માટે ખુરશી, ગોદડું અને ચાર-પાંચનો ઉપયોગ કર્યો હતો. દોરી બાંધ્યા પછી ફાંસો ખાઈ લીધો હતો. અક્ષય થોડા સમય સુધી ઘરની બહાર ન આવતાં માતાએ ઘરમાં જોતાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે તેનો પુત્ર મૃત હાલતમાં લટકાતો જોવા મળ્યો હતો.