સુરત પોલીસે લેડીઝ હોસ્ટેલ, કોલેજ, ક્લાસીસ અંગે શું આપ્યો મહત્વનો આદેશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jul 2018 11:19 AM (IST)
1
સુરતના મદદનીશ પોલીસ કમિશ્નરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસ કમિશ્નર વિસ્તારમાં આવેલ સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના 50 મીટર સુધી જાહેર માર્ગ પર કોઈ પણ પુરુષે વાજબી કારણ વગર ઊભા રહેવા કે બેસવા પર મનાઈ ફરમાવવા આવી છે.
2
સુરતમાં જો કોઈ પુરુષો પોલીસનો આ હુકમ નહીં માને અથવા હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરશે તેની સાથે કાયદેસરની શિક્ષાના પગલાં લેવામાં આવશે.
3
સુરત: ગુજરાત સહિત દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને ઘણાં સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સુરતના મદદનીશ પોલીસ કમિશ્નર એ.કે.વર્માએ એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું હતું. સુરત પોલસ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.