સુરતઃ યુવતીને સગા ભાઈ અને મામાએ લોકોની નજર સામે જ રહેંસી નાંખી, કારણ જાણી ચોંકી જશો

સુરતઃ શહેરના સલાબતપુરા વિસ્તારના મચ્છી માર્કેટમાં રહેતી યુવતીની ખૂદ તેના સગા ભાઈ અને મામાએ હત્યા કરી નાંખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીના ચારિત્ર્ય અંગે શંકા જતાં ભાઈ અને કૌટુમ્બિક મામાએ કતારગામમાં તાપી નદી કાંઠે લઈ જઈને હત્યા કરી નાંખી હતી.
યુવતી પર ભાઈ અને મામાએ હુમલો કરતાં યુવતીએ બુમાબુમ કરી મૂકી હતી. જેથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને યુવતીની હત્યા કરનાર બંનેને ઝડપીને કતારગામ પોલીસને હવાલે કરી દીધા હતા. સલાબતપુરા સ્થિત મચ્છી માર્કેટમાં રહેતી સંગીતા મહેશભાઈ દંતાણી(ઉ.વ.20) છેલ્લા એક અઠવાડિયાથી ઘરેથી કોઈ કારણે બહાર ગઈ હતી. આથી તેના ભાઈ વિકીને બહેનના ચારીત્ર્ય પર શંકા ગઈ હતી.
ઘરે કોઇને કહ્યા વગર સંગીતા ઘરેથી જતી રહી હોવાથી ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થતો હતો. ગઈ કાલે બપોરે ફરીથી ઝઘડો થતાં સંગીતાએ મારે જીવવું નથી, તેમ કહ્યું હતું. આ પછી વિકી અને મામા શૈલેષ ભરતભાઈ દંતાણી બહાનુ કાઢી તાપી નદી કાંઠે લઈ આવ્યા હતા અને અહીં ગળું દબાવી ડુબાડવાનો પ્રયાસ કરતાં યુવતીએ બુમાબુમ કરી મૂકી હતી. આ અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે, સંગીતાનું મોત થયું હતું.
બીજી તરફ સંગીતાની હત્યા કરી ભાગી રહેલા વિકી અને મહેશને લોકોએ પકડીને કતારગામ પોલીસને સોંપી દીધા હતા. પોલીસે આ બંનેને કસ્ટડીમાં લઈને સંગીતાનો મૃતદેહ પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.