સુરતઃ બિલ્ડરે બેડરૂમમાં કેમેરા ગોઠવી પત્નિની અંગત પળોના બનાવ્યા વીડિયો ને પછી શું કર્યું?
પતિ પત્ની વિરૂદ્ધ ફેસબુક ઉપર અશ્લીલ ટિપ્પણી પણ કરતો હતો. જાતિ વિષયક અપશબ્દો બોલી મારપીટ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી પણ મુકાઈ હતી. આ અંગે પીડિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે પતિ ચોરી છૂપીથી બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતાં. બેડરૂમમાં બન્ને રંગરેલિયા મનાવતા હતા જેના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. પતિ આ અંગત પળોનો વીડિયો ફેસબુક સહિત સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો.
પીડિતાએ માતા-પિતાને જાણ કરી હતી ત્યાર બાદ પત્નીના પરિવારજનો વાતચીત કરવા તેના સાસરે આવ્યા હતાં ત્યારે સાસરિયાઓએ પીડિતાના માતા-પિતાને પણ એલફેલ બોલી અપમાનિત કર્યાં હતા. આ રીતે પતિ અને સાસુ-સસરા અમાનુષી અત્યાચાર ગુજરાતા હતા.
દારૂ પીધા બાદ પતિ ગેરવર્તન કરી પત્નીને માનસિક-શારીરિક ત્રાસ આપતો હતો. દમણ ગયા ત્યારે પતિએ ચીક્કાર દારૂ પીધેલો હતો ત્યારે પત્નીએ કાર ચલાવાની ના પાડી તો આ મુદ્દે પતિએ પત્ની સાથે ઝઘડો કરી હતો અને તેનું ગળું દબાવવાની કોશિશ કરી હતી. સાસુ સસરા પણ પતિનો જ પક્ષ ખેંચતા હતાં. તેઓ રસોઇ બાબતે ટોણાં મારી ત્રાસ ગુજારતા હતા.
જોકે, પત્નીએ ના પાડતા તેની સાથે પતિએ મારઝૂડ કરી હતી. ત્યાર બાદ પતિ ઉપરાંત સાસુ અને સસરાએ પણ નાની-નાની વાતે કે ઘરકામના મુદ્દે માર મારી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
સુરતના અઠવાલાઈન્સની એક સોસાયટીમાં યુવક રહે છે. તે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામકાજ કરે છે. યુવકના લગ્ન 25 વર્ષીય યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ બન્ને હનીમૂન માટે સિંગાપોર ગયા હતા. ત્યાં યુવકે પોતાની અગાઉની ગર્લફ્રેન્ડ અંગે વાત કરવા ઉપરાંત મિત્રોને કંપની આપવાનું કહ્યું હતું.
સુરત: સુરતના એક બિલ્ડરે દારૂના નાશામાં પત્ની સાથે કરેલા કારસ્તાનને જાણીને તમે ચોંકી જશો. સુરતના અઠવાલાઇન્સમાં રહેતી પરીણિતાને પોતાના પતિએ દારૂના નશામાં છાટકા બની અમાનુષી અત્યાચાર ગુજારવાની સાથે સાથે બ્લેકમેઈલ કરતો હતો. બેડરૂમમાં સીસી કેમેરા મુકાવી અંગત પળોનો વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. આ અંગે પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -