સુરતઃ પરણીત ડાન્સ ટિચરે યુવતી સાથે લગ્ન કરવા કર્યો કેવો ખેલ? જાણીને ચોંકી જશો
સુરતઃ શહેરના કતારગામમાં રહેતા એક ડાન્સ ટિચરે પોતાને ત્યાં ડાન્સ શિખવા આવતી યુવતી સાથે લગ્ન કરવા માટે પત્નીને ઓસ્ટ્રેલિયા જવા માટે કુંવારાને વધુ ઝડપથી વિઝા મળે છે, તેવું કહીને છૂટાછેડા લઈ લેતા ભારે ચકચાર મચી ગઈ છે. ડાન્સ શિખવા આવતી યુવતી સાથે પ્રેમ થઈ જતાં ડાન્સ ટિચરે પોતાની પત્ની અને બે સંતાનોને તરછોડી દીધા હતા. અત્યારે તેણે યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં, અપરિણીત વ્યક્તિને ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા જલ્દી મળે છે તેવું બહાનું કરીને છુટાછેડાના પેપર પર સહી કરાવી લીધી હતી અને છુટાછેડા આપ્યા બાદ પ્રતિક્ષા સાથે લગ્ન કરી લીધા હતા. આ અંગેની જાણ મમતાબેનને થતાં તેમણે કતારગામ પોલીસમાં પ્રેમલ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.
પ્રેમલ ફોનથી તેમજ વોટ્સએપ પર પ્રતિક્ષા સાથે રોજ વાતચીત કરતો હતો. આ અંગેની જાણ મમતાબેનને થઈ જતાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી. આ ઝઘડા પછી જેમાં પ્રેમલે પત્ની મમતાબેનને ઓસ્ટ્રેલિયા જવાનું બહાનું કાઢીને પિયર મોકલી દીધી હતી અને કરીયાવરમાં લાવેલા દાગીના ગીરવે મૂકી રૂપિયા ખર્ચી નાંખ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા મેળવવાના બહાને પત્ની પાસે છૂટાછેડાના કાગળો પર સહી કરાવી લઈ પતિએ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના પતિ પ્રેમલગીરી ભરતગીરી ગોસ્વામી(રહે. પ્રસાદ કોમ્પ્લેક્સ, કતારગામ) ખેલૈયા નામના ગૃપમાં ડાન્સ શીખવતા હતા. ત્યાં ડાન્સ શીખવા આવતી પ્રતિક્ષા(નામ બદલ્યું છે) નામની યુવતીના પ્રેમમાં પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -